Abtak Media Google News

દેશમાં બીજા તબકકામાં કોરોના રસીકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજયોનાં મુખ્યમંત્રીઓ પણ જોડાશે. રસીકરણનાં આ બીજા તબકકામાં ૫૦ વર્ષથી વધુ ઉંમરનાં દરેકને કોરોના રસી આપવામાં આવશે. તેવું સરકારે જાહેર કર્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સ મુલાકાતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે દેશમાં રસીકરણનાં બીજા તબકકામાં ૫૦ થી વધુ વર્ષનાં તમામ લોકોને જોડવામાં આવશે અને રસી અપાશે.આ બીજા તબકકામાં ૫૦થી વધુ ઉંમરના તમામ સાંસદો તથા ધારાસભ્યોને પણ રસી આપવામા આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારે પ્રથમ તબકકાનું રસીકરણ થઈ રહ્યું છે. અને અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાઈ ચૂકી છે. તમામ આરોગ્યકર્મીઓના રસીકરણ બાદ બીજા તબકકાની રસીકરણનો પ્રારંભ થશે. બીજા તબકકામાં સેના તથા અર્ધ સૈનિક દળોનાં ૫૦ વર્ષથી વધુ વયના તમામને રસી અપાશે. આ તબકકાની ગાઈડલાઈન નકકી થઈ ગઈ છે. પણ તબકકો કયારે શ‚ થશે. એ જાહેર કરાયું નથી. આ તબકકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજયોના મુખ્યમંત્રીઓ, રાજયપાલ સહિત વીવીઆઈ પીઓ જેમની ૫૦ વર્ષથી વધુ ઉંમર થઈ ગઈ છે. એ તમામને રસી અપાશે.

Covid Vaccine Stock 824X549 1

દેશમાં બે રસીને મંજૂરી ચાર ઉપર કામ ચાલે છે

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાની બે રસી કોવિશિલ્ડ અને કોવેકિસનને મંજૂરી મળી ગઈ છે.જયારે ચાર રસી ઉપર કામ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા જ નાકથી લેવાની રસીના પરીક્ષણની મંજૂરી મળી છે. ભારતમા કોરોના વાયરસની અસર ઓછી થઈ રહી છે. અને આઠ બાદ કોરોનાથી મૃત્યુના આંકડા પણ ઘટી રહ્યા છે.

બીજા તબકકામાં કોને રસી આપવી એ રાજયો નકકી કરશે

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કયા તબકકામાં કોને કોને રસી આપવી એ રાજય સરકારો ઉપર નિર્ભર છે. અત્યાર સુધીમા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજયોમાં રસીનો લક્ષ્યાંક સિધ્ધિ થઈ ગયો છે. જયારે દિલ્હી, પંજાબ, જેવા રાજયોમાં સ્વાસ્થ્ય કર્મીઓ રસી લેવાથી ડરી રહ્યા છે. એવા તમામ લોકોને રસીકરણ માટે સમજાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.