Abtak Media Google News

ટચુકડા એવા કોરોના વાયરસને નાથી વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં ચાલી રહી છે. તહાલ કરોના સામેની જંગ જીતવા રસી જ મહત્ત્વનું શસ્ત્ર મનાઈ રહ્યું છે. આજ રોજ ભારતમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર થઈ ગયો છે. વેક્સિનેશનમાં ઐતિહાસિક સફળતા બદલ ભારતને વિશ્વભરના દેશો તરફથી શુભકામનાઓ મળી રહી છે ત્યારે આજરોજ આ મહત્વના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લઈ સ્વાસ્થ્ય કર્મીઓ સાથે વાતચીત કરી હતી.

દેશનો 100 કરોડમો ડોઝ આજે દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં આપવામાં આવ્યો હતો. આ ડોઝ વારાણસીના રહેવાસી અરુણ રાયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આપવામાં આવ્યો હતો. અરુણ રાયને જે નર્સે ડોઝ આપ્યો તે મણિપુર રાજ્યના છે. પીએમ મોદીએ રસી આપનાર આ નર્સ સાથે વાત કરી હતી.તેણે કહ્યું કે તે એક વર્ષથી આ હોસ્પિટલમાં છે અને અત્યાર સુધી તેણે આશરે 50 હજાર કોરોના રસીઓ આપી છે.

પીએમ મોદીએ નર્સને પૂછ્યું કે કેટલાક દર્દીઓ એવા પણ આવતા હશે કે જેઓ રસી લેવા માટે આવ્યા હોય ત્યારે તેઓ બૂમો પાડતા હોય… નર્સે આ અંગે કહ્યું કે હા… પણ મોટાભાગના દર્દીઓને ડર હોય છે કે રસીની આડઅસર તો નહીં થાય ને..!! પીએમ મોદીએ પુછ્યું કે ક્યારેક સોંય વધુ લાગી જાય તો ઘણા દર્દીઓ રાડો પણ પાડતા હશે..!! ગુસ્સો પણ કરતાં હશે..!! ખળખળાટ હસતાં નર્સે કહ્યું કે જી. સર…. પણ મોટા ભાગના લોકોને પૂરતી માહિતી નથી હોતી. રસી લેતા સમયે બીક લાગે છે. વાતચીત બાદ જતી વખતે પીએમ મોદીએ નર્સના માથા પર હાથ પણ મૂક્યો અને શુભેચ્છા આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.