વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને ગણેશ પૂજન સમારોહમાં ભાગ લીધો હતો. PM મોદી જ્યારે ચીફ જસ્ટિસ ચંદ્રચુડના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત CJI અને તેમની પત્નીએ કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ મરાઠી સ્ટાઈલમાં સફેદ ટોપી પહેરી હતી. ત્યારબાદ  PM મોદીએ CJI અને તેમની પત્ની સાથે ભગવાન ગણેશની પૂજા કરી હતી. વાસ્તવમાં, ગણેશ પૂજા મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકપ્રિય છે. તેથી સ્વાભાવિક છે કે PM મોદીએ મહારાષ્ટ્રીયન ટોપીને પ્રાધાન્ય આપ્યું હશે.

MODI 1

ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યોમાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. તે ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ડીવાય ચંદ્રચુડનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમજ  અભ્યાસ બાદ તેણે મહારાષ્ટ્ર બાર કાઉન્સિલમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે બોમ્બે હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી હતી. તેમજ ચંદ્રચુડ મુંબઈ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.