Abtak Media Google News

પીએમ મોદી વારાણસીને સૌથી મોટી ભેટ આપી છે. વડાપ્રધાને દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ ગંગા વિલાસને વીડીયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી હતી. આ સાથે જ અન્ય પ્રોજક્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. વારાણસીથી શરૂ થયેલી આ ક્રૂઝ બાંગ્લાદેશથી આસામના ડિબ્રુગઢ સુધીની મુસાફરીમાં 3,200 કિલોમીટરનું અંતર કાપશે.

Whatsapp Image 2023 01 13 At 12.13.59

આપણે ઘણી બધી ફાઈવ સ્ટાર હોટલ જોઈ હશે. આ ક્રુઝ ફાઈવ સ્ટાર હોટલને પણ પાછળ મૂકી દેશે. 50 દિવસના પ્રવાસમાં લક્ઝરી ક્રૂઝમાં સવાર મુસાફરો દેશની 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે. ફાઇવ સ્ટાર હોટલની સુવિધાઓથી સજ્જ ટેન્ટ સિટીમાં ગંગા દર્શન વિલા ખૂબ જ આકર્ષક છે. આ ઉપરાંત અન્ય ટેન્ટ કોટેજ પણ છે.

ગંગા આપણા માટે માત્ર જળ સ્ત્રોત નથી પરંતુ આપણા પ્રાચીન ઇતિહાસ સાક્ષી છે: PM

PMએ કહ્યું, “હું આ ક્રૂઝ પર સવાર વિદેશી પ્રવાસી સાથીઓને કહીશ કે ભારત પાસે બધું જ છે. ભારતને શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાતું નથી. ભારતને અનુભવી શકાય છે. આ ક્રૂઝ પ્રવાસ નવા અનુભવો લાવવા જઈ રહ્યો છે. “ક્રૂઝમાં સવાર પ્રવાસીઓને ભારતનાં ધર્મ, કલા, સંસ્કૃતિ, પર્યાવરણ, નદીઓ અને સમૃદ્ધ ભોજનથી પરિચિત થવાની તક મળશે.”

ગંગા આપણા માટે માત્ર એક જળ સ્ત્રોત નથી પરંતુ તે આપણા પ્રાચીન ઇતિહાસ સાક્ષી છે. આઝાદી પછી ગંગા કિનારાના  વિકાસ અટકેલો હતો. અમે તેને વેગ આપ્યો છે.નમામી ગંગેના માધ્યમથી ગંગાજીની નિર્મળતાનું અભિયાન ચલાવ્યુ, બીજી તરફ અર્થ ગંગાનું વાતાવરણ ઉભુ કર્યુ, જે લોકો આધ્યાત્મની ખોજમાં છે તેમને વારાણસી, કાશિ બૌધ ગયા, આઘ્યાત્મની અનુભુતિ કરાવશે.

Whatsapp Image 2023 01 13 At 12.12.56 1

ભારત દેશ આત્મનિર્ભર બનવાની દિશા તરફ પગલા ભરી રહ્યો છે ત્યારે ભારતમાં નિર્મિત આ ક્રુઝ તે દિશા તરફનું મોટું પ્રયાણ છે. આ ક્રૂઝ સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે. ક્રૂઝની લંબાઈ 62.5 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. પ્રવાસીઓને રહેવા માટે તેમાં કુલ 18 સ્યુટ છે. સાથે 40 સીટર રેસ્ટોરન્ટ, સ્પા રૂમ અને ત્રણ સનડેક છે. આ સાથે સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ક્રુઝમાં 32 પ્રવાસીઓ સહિત કુલ 80 મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા છે.

ક્રુઝમાં હશે હાઈટેક સુવિધાઓ

Whatsapp Image 2023 01 13 At 12.13.08

આ ક્રૂઝ સુંદરવન ડેલ્ટા અને કાઝીરંગા નેશનલ પાર્ક સહિત રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાંથી પણ પસાર થશે. ક્રુઝના અનુભવને આનંદપ્રદ બનાવવા માટે સમગ્ર દિવસ દરમિયાન સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમામ હાઇટેક સેવાઓ જેમ કે જીમ, સ્પા, ઓપન સ્પેસ બાલ્કની, બટલર સર્વિસ વગેરે ક્રુઝ પર હશે.

ક્યાંથી જશે ગંગા વિલાસ ક્રૂઝ જાણો સંપૂર્ણ રૂટ

Whatsapp Image 2023 01 13 At 12.04.33

આ ક્રૂઝ વારાણસી (યુપી), ગાઝીપુર, બક્સર (બિહાર), પટના, સિમરિયા, મુંગેર, સાહિબગંજ (ઝારખંડ), ફરક્કા (પશ્ચિમ બંગાળ), કોલકાતા, ઢાકા (બાંગ્લાદેશ), ગુવાહાટી (આસામ) અને દિબ્રુગઢ (આસામ)માંથી પસાર થશે. . ક્રૂઝ ગંગા વિલાસથી વારાણસી થઈને બાંગ્લાદેશમાં ડિબ્રુગઢ (બોગીબીલ) સુધી 3,200 કિમીની મુસાફરી કરશે. 52 દિવસની મુસાફરીમાં, ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશની 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે અને દેશના અનેક રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સહિત 50 થી વધુ હેરિટેજ સ્થળો પર રોકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.