Abtak Media Google News
  • પીએમ મોદી યુક્રેનમાં માત્ર સાત કલાક રોકાશે
  • PM મોદી કિવમાં ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા

PM Modi in Ukraine: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કિવ પહોંચ્યા હતા. તેમજ વડાપ્રધાન મોદી રેલ ફોર્સ વન ટ્રેનમાં મુસાફરી કરીને કિવ પહોંચ્યા હતા. તેમણે ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી કિવમાં માત્ર 7 કલાક રોકાશે. PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. ત્યારબાદ બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મુખ્ય ચર્ચા કરી હતી.

કિવ પહોંચ્યા બાદ PM મોદી NRIને મળ્યા. ત્યારપછી PM મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી. આ સાથે જ વડાપ્રધાને યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

MODI 2

જ્યારે PM મોદી યુક્રેનમાં ટ્રેનમાંથી બહાર આવ્યા હતા ત્યારે તે ‘રેલ ફોર્સ વન’માં જોઈ શકાય છે. યુક્રેનમાં સરકારના ઘણા અધિકારીઓ તેમના સ્વાગત માટે હાજર રહ્યા છે. અને ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે.

વિદેશ મંત્રાલયે સોમવારે જાણકારી આપી કે 30થી વધુ વર્ષોમાં ભારતીય વડાપ્રધાનને યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. તેમજ વિદેશ મંત્રાલયે પણ ખુલાસો કર્યો કે વડાપ્રધાન મોદી કિવમાં 7 કલાક વિતાવશે.તેમજ હાલમાં PM મોદી પોલેન્ડમાં છે. ત્યારબાદ PM મોદી સંઘના તૂટ્યા પછી એટલે કે 1991 પછી પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.