Abtak Media Google News

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ વૅક્સિનેશન અભિયાનનો ત્રીજો તબક્કો પણ પુરજોશમાં આગળ વધી રહ્યો છે. જે અંતર્ગત સિનિયર સિટીઝન અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારીગ્રસ્ત લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ પણ ગાંધીનગર ખાતે કોરોના વેક્સિન લીધી હતી.

આ અંગે ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. પોતાના ટ્વીટમાં PM મોદીએ જણાવ્યું છે કે, મારા માતાએ આજે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરી છું કે, તમારી આસપાસના લોકોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરો અને તેમને મદદરૂપ થાવ.

ઉલ્લેખનિય છે કે, આ મહિાની શરૂઆતથી જ રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં 675 નવા કેસ સામે આવ્યા હતા. આ આંકડો છેલ્લા 2 મહિનામાં સૌથી વધુ છે. અગાઉ 9 જાન્યુઆરીએ એક જ દિવસમાં આટલા કેસ સામે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.