Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવના કારણે સોમવારે વડાપ્રધાન મોદી આ મુદ્દે બેઠક કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેલ અને ગેસ ક્ષેત્રની ભારત સહિત દુનિયાની કંપનીઓના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર્સ (CEO) સાથે હાલની સ્થિતિ વિશે ચર્ચા વિચારણાં કરશે. આ બેઠકમાં અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધો વિશે અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોના કારણે થતી અસર વિશે પણ ચર્ચા વિચારણાં કરવામાં આવશે.

આ બેઠકનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રીજી વાર્ષિક બેઠકમાં તેલ, ગેસ અને ઉત્પાદન ક્ષેત્રેમાં રોકાણને આકર્ષિત કરવામાટેની પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં પેટ્રોલ નિકાસ કરતાં દેશોના સંગઠન (ઓપેક)ના મહાસચિવ મોહમ્મદ બારકિંદો અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સામેલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.