- વડાપ્રધાન બન્યાં બાદ કાલે બીજી વખત સોમનાથની મુલાકાતમાં દર્શન પૂજન સાથે મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે
ભારતના વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી તા.3 માચે સવારે હેલીકોપ્ટર દ્વારા સોમનાથ આવી રહ્યા છે.ભારતના વડાપ્રધાન બન્યાપછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત છે. વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર 8 માર્ચે 2017ના રોજ સોમનાથ આવ્યા હતા અને સોમનાથ ટ્રસ્ટની મીટીંગ અને અભિવાદન સમારોહ યોજાયો હતો.નરેન્દ્ર મોદી 2010થી સોમનાથના ટ્રસ્ટી પદે હતા અને 2021થી અધ્યક્ષ છે. સોમનાથ નરેન્દ્ર મોદીનું આગમન હાલની તકે ટ્રસ્ટની મીટીંગ હોઈ તેવું જણાતું નથી પરંતુ તેઓ દર્શન પૂજન અને મંદિરના વિકાસ કાર્યો અંગેની સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરે તેવી સંભાવના છે.નરેન્દ્ર મોદીએ આ વર્ષે પ્રયાગ ખાતે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી સ્નાન કર્યું હતુ. ત્યારે તેણે મનોમન સંકલ્પ કર્યો હતો કે આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રધ્ધા અનેકગણી મજબૂત થઈ છે.જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતાનો મહાકુંભ પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદભૂત છે.આપણા લોકોના સર્મપણ ભકિત અને પ્રપ્તનોથી પ્રેરિત થઈ ને હું ટુંક સમયમાં સોમનાથજીની મુલાકાત લઈશ. જે બાર જયોતિર્લિંગમાનું પ્રથમ છે. જેથી હું આ સામુહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીયો માટે પ્રાર્થન કરી શકું.