Abtak Media Google News

દેશમાં કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે, અને આ સાથે ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણોની સપ્લાય વધારવાનાં પગલાંની ચર્ચા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ-સ્તરની બેઠક મળી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ઓક્સિજન, વેક્સીન અને ઓક્સિજનને લગતા ઉપકરણોમાંથી ટેક્સ દૂર કરવામાં આવશે.

 


બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે, ‘ઓક્સિજનનો પુરવઠો વધારવાની સાથે હોસ્પિટલો અને હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી ઉપકરણોની તાત્કાલિક જરૂરિયાત છે.’ બેઠક બાદ કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘સરકારે Covid-19 રસીના આયાત પરની મૂળ કસ્ટમ ડ્યુટી તાત્કાલિક દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આગામી ત્રણ મહિના માટે અસરકારક રહેશે.’

કેન્દ્ર સરકારે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં ઓક્સિજનના પુરવઠાનો સુધારો કરવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે. વડા પ્રધાને તમામ મંત્રાલયો અને વિભાગોને ઓક્સિજન અને તબીબી પુરવઠોની ઉપલબ્ધતા માટે સંકલનના સાત કામો પર ભાર મૂક્યો.

આયાત કરવામાં આવતી વેક્સીન અથવા કોરોનાને લગતી કોઈપણ દવા પર ટેક્સ લાગવામાં આવશે નહીં. PM મોદીએ હોસ્પિટલના લોકોને વિનંતી કરી છે કે, ‘જે લોકોને ઓક્સીજનની જરૂર છે તે લોકોને તાત્કાલીન ઓક્સીજન મળે તેવી વ્યવસ્થા ગોઠવો.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.