Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલાથી જ ચર્ચાનો વિષય બની ગઈ હતી ભાજપ પોતાની 27 વર્ષની સત્તા ટકાવી રાખવાનો પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને મળી અને એડી ચોટીનું જોર લગાડી પ્રચાર કરી ગુજરાતની સત્તા પોતાના હસ્તે કરવા ઉંદે માથે થઈ ગઈ છે.

ત્યારે પીએમ મોદીએ 11 માર્ચથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે પ્રથમ રોડ યોજાયો હતો ત્યારબાદ ગણીએ તો છેલ્લા બે મહિનામાં એટલે કે 60 દિવસમાં 68 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપી છે જેનાથી કહી શકાય કે ગુજરાત ચૂંટણીના ભાજપના કેપ્ટન અને ઓપનિંગ બેસ્ટમેન તરીકે પીએમ મોદી ખૂદે જ મોરચો સંભાળ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પણ પીએમ મોદીએ પોતાનો જળવો દેખાડવાનું યથાવત રાખ્યું છે છેલ્લા 27 દિવસમાં 38થી વધારે સભાઓ ગજવી અને ભાજપની સાતમી વખત જીત થાય તે માટે પીએમ મોદીએ ભરપૂર પ્રયાસો કર્યા છે પીએમ મોદીએ 6 નવેમ્બરે વલસાડથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ત્યારબાદ 2 ડિસેમ્બર સુધીમાં 38 જેટલી ચૂંટણી સભાઓને સંબોધિત કરી નાખી જો વાત કરીએ વિધાનસભા સીટોની તો પીએમ મોદીએ ગુજરાતની 182 વિધાનસભા સીટોમાંથી 100 જેટલી વિધાનસભા સીટોને ખૂંદી કાઢી છે.

પીએમ મોદી સામે વિરોધીઓ દ્વારા બહુ મોટા પડકારો ઊભા કરવામાં આવ્યા હતા જેવા કે મોંઘવારી, બેરોજગારી, મોંઘુ શિક્ષણ, ગેસ-પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો અને સાથે જ કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ જેવી કે બોટાદનો લઠ્ઠા કાંડ અને મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના આ બધી જ ઘટનાઓ ચૂંટણીના ખૂબ જ નજીકના સમયમાં બની હોવા છતાં પીએમ મોદીએ પોતાની વાતને સ્પષ્ટ અને સીધે સીધી લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હોય તેવું હાલ મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.