- વડાપ્રધાન મોદીના વિમાન પર આતંકી હુમલો કરવાની ધમકી
- મુંબઈ પોલીસ કંટ્રોલને અજાણ્યા કોલ દ્વારા અપાઈ માહિતી
- સુરક્ષા એજન્સીને અપાઈ માહિતી
PM મોદી આ હાલમાં ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે. તેમજ તેમનો બે દિવસનો અમેરિકા પ્રવાસ આજથી શરૂ થશે. પરંતુ ભારત પરત ફરતા પહેલા જ મુંબઈ પોલીસને ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે, PM મોદીના પ્લેન પર આ-તંકી હુ*મલો થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને તેમની બે દિવસીય અમેરિકાની મુલાકાત પહેલાં આ-તંકવાદી હુ-મલાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે આ જાણકારી આપી છે. કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે માનસિક રીતે બીમાર હોવાનું જણાયું છે. પોલીસે કહ્યું કે, ‘મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિને ચેમ્બુર વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે માનસિક રીતે બીમાર છે.’
માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિને ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. તે માનસિક રીતે બીમાર છે. PM મોદી સોમવારે ફ્રાન્સ અને અમેરિકાના 4 દિવસના પ્રવાસ માટે રવાના થયા. તેમની બે દિવસની અમેરિકા મુલાકાત બુધવારથી શરૂ થવાની છે.
અગાઉ પણ મળી હતી ધમકી
જોકે, આ પહેલી વાર નથી જ્યારે મુંબઈ પોલીસને PM મોદીના જીવને ધમકી મળી હોય. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રાફિક પોલીસ હેલ્પલાઇન પર ધમકી મોકલવામાં આવી હતી. તેમાં બે કથિત ISI એજન્ટો સાથે બોમ્બ કાવતરાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 34 વર્ષીય કાંદિવલીની રહેવાસી શીતલ ચવ્હાણની ગયા વર્ષે વડા પ્રધાનના જીવને જોખમમાં મૂકવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ચવ્હાણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને દાવો કર્યો હતો કે તેની પાસે હથિયારો તૈયાર છે.
પીએમ મોદી ફ્રાન્સ-અમેરિકા પ્રવાસ પર
PM મોદી 10 ફેબ્રુઆરીએ પેરિસ પહોંચ્યા હતા અને સાંજે તેમણે એલિસી પેલેસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે રાત્રિભોજન કર્યું હતું. આ સમય દરમિયાન, ઘણી મોટી ટેકનિકલ કંપનીઓના CEO પણ હાજર હતા. ત્યારપછી, તેમણે 11 ફેબ્રુઆરીએ AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી. આ પછી, PM મોદી બુધવારે અમેરિકા પહોંચશે. તેમની અમેરિકા મુલાકાત બે દિવસની રહેશે, જ્યાં તેઓ 12થી 14 ફેબ્રુઆરી સુધી રહેશે.