Abtak Media Google News

રિક્ષા ચાલક મિત્ર સાથે દારૂ પીધા બાદ થયેલી બોલાચાલી ના કારણે ગળું દાબી મોતને ઘાટ ઉતાર્યો

નાણાવટી ચોક નજીક પરમેશ્વર સોસાયટી ગઇકાલે સાંજે રિક્ષામાંથી ગેરેજ સંચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આ બનાવ હત્યાનો હોવાનું ફોરેન્સિક પીએમમાં સામે આવ્યું છે. પીએમ રિપોર્ટના આધારે ગેરેજ સંચાલકની ગળુ દબાવી હત્યા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યામાં સંડોવાયેલો રિક્ષા ચાલક હરેશ રાઠોડ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. પોલીસે રિક્ષાચાલકની વધુ પૂછપરછ શરૂ કરી છે. હત્યા પાછળનું કારણ જાણવા ક્રાઈમ બ્રાંચ અને યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.આ કેસની હકીકત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે પરમેશ્વર ચોક નજીક રિક્ષામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ રેઢો મળી આવ્યો હતો. આથી ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી પોલીસ તપાસમાં રિક્ષામાંથી મૃતદેહ મળ્યો તે રિક્ષામાં બે વ્યક્તિ આવ્યા હોવાનું સામે આવ્યું છે. બે પૈકી મૃત હાલતમાં મળી આવેલો યુવાન રાજકોટમાં લક્ષમીનગરમાં રહેતો અને ગેરેજ ચલાવતો સંજય દેવજીભાઈ રાઠોડ હોવાનું ખુલ્યું હતું. મૃતક સંજય રાઠોડ એકની એક બહેનનો ભાઈ હતો. અને ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સંજય રાઠોડ બપોરે ઘરે બહાર જવાનું કહીને નીકળ્યા બાદ રૈયા રોડ ઉપર બ્રહ્મ સમાજ ચોકમાંથી રિક્ષામાંથી સંજય રાઠોડની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા અગાઉ લક્ષમીનગરમાં રહેતા હિરેન બાબુભાઇ રાઠોડ સાથે આવ્યો હતો. અને બાદમાં હિરેન ચાલ્યો ગયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ હત્યા કે આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણોસર યુવાનનું મોત નીપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.  હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે તેવું પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યું છે. સંજય રાઠોડનું ગળુ ડાબી મોતને ઘાટ ઉતારનાર હિરેન રાઠોડની પુછતરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.