સુરેન્દ્રનગરમાં “વીજબિલ” નો વિરોધ કરી રહેલા “આમ આદમી પાર્ટી” આગેવાનોની પોલીસે કરી ધરપકડ

જીલ્લા પ્રમુખ હીતેષભાઈ બજરંગ સહિત સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરોની રાજકીયના ઇશારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર શહેરમાં આજે સી.આર.પાટીલ આવી રહ્યા છે ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પુરતોમુકવામાં આવ્યો હોવા છતાં પણ આજે આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સુરેન્દ્રનગર શહેરના દેરાસર ચોક વિસ્તારમાં વીજળી બિલ ઘટાડવા માટે નું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે આપણા કાર્યકરોની ટીંગાટોળી અને ઝપાઝપી કરી અને ધરપકડ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઇ કરપડા માલધારી સેલ ના પૂર્વ પ્રદેશ મહામંત્રી સતીષભાઈ ગમારા જિલ્લા પ્રમુખ હિતેશભાઈ બજરંગ કમલેશભાઈ કોટેચા સહિતના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ વીજળી બિલ ઘટાડવાની માંગ સાથે જાહેર માર્ગો ચક્કાજામ કરી અને સી આર પાટીલ ના નામના છાજિયા લય અને હાય રે ભાજપ હાય હાય નારા પોકાર્યા હતા ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરી છે