- મહાશિવરાત્રીના મેળાને લઈ આપાગીગાના ઓટલા ખાતે પોલીસના કામોની કરાઈ વહેંચણી
- વાહન ચાલકો માટે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ઈ પાસની સુવિધા
- વિવિધ શહેરમાંથી કર્મચારી અને અધિકારીઓ આવશે ફરજ બજાવવા
જુનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થનાર હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા આપાગીગાના ઓટલા ખાતે પોલીસ બંદોબસ્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મેળામાં વાહન ચાલકો માટે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ઈ પાસનું આયોજન કરાયું છે. જેમાં ડુપ્લીકેટ પાસ ઈશ્યુ ન થાય તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
પાર્કિંગ માટે આવતા ભાવિકોને વાહન પાર્ક કરવા માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને ફરજ માટે પણ QR કોડ આપવામાં આવ્યા છે. ત્યારે મેળામાં પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાંથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ ફરજ બજાવવા આવશે. તેમજ ડ્રોન મારફત તેમજ CCTV મારફત મેળામાં સંપૂર્ણ નજર રાખવામાં આવશે.
અનુસાર માહિતી મુજબ, તારીખ 22 ફેબ્રુઆરી 2025થી ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થનાર હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા આપાગીગાના ઓટલા ખાતે પોલીસ બંદોબસ્ત બાટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું કે મેળા દરમિયાન 2500 થી વધુ પોલીસ કર્મચારીને અધિકારી મેળામાં ફરજ બજાવશે ખાસ મેળામાં વાહન ચાલકો માટે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ઈ પાસનું આયોજન કરાયું છે.
જેમાં ડુપ્લીકેટ પાસ ઈશ્યુ ન થાય તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પાર્કિંગ માટે પણ ચેકબોટ દ્વારા મેળામાં આવતા ભાવિકોને વાહન પાર્ક કરવા માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેમજ પોલીસ કર્મચારીઓને ફરજ પાટે પણ QR કોડ આપવામાં આવ્યા ત્યારે મેળામાં જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાંથી પોલીસ કર્મચારીને અધિકારી પર જ બજાવવા આવશે. આ ઉપરાંત ડ્રોન મારફત તેમજ CCTV મારફત મેળામાં સંપૂર્ણ નજર રાખવામાં આવશે.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ