- 11 વર્ષથી ફરાર હ*ત્યારાને પોલીસે તમિલનાડુથી ફિલ્મી ઢબે ઝડપ્યો
- પોલીસે આરોપી ગોવિંદ કાલુરામ ખાન ઠકુરીને દબોચ્યો
- તિરુનેલવેલીમાંથી ક્રાઈમ બ્રાન્ચે ત્રણ દિવસ સુધી વેશપલટો કરી આરોપીને ઝડપ્યો
- પોલીસે વાસણ વેચનાર, ફેરિયા, નાળિયેરના વેપારીનો વેશ ધારણ કર્યો
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 11 વર્ષ જૂના હ-ત્યાના ગુનાના આરોપીએ તમિલનાડુથી ઝડપી પાડયો છે. વર્ષ 2014 માં 5 મી માર્ચે માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોવિંદ કાલુરામ ખાને એક વ્યક્તિની હ-ત્યા નિપજાવી હતી અને ત્યારબાદમાં તે નાસી છૂટ્યો હતો. જે ગુનાનો ભેદ રાજકોટ પોલીસ અત્યાર સુધી ઉકેલી શકી ન હતી. જોકે તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચોક્કસ બાતમીના આધારે તમિલનાડુ પહોંચી હતી અને વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલિસ વાસણ વેચનાર, ફેરિયા, નાળિયેરના વેપારીનો વેશ ધારણ કરી અને આરોપીનાં ઘરની આસપાસ 3 દિવસ સુધી રેકી કરી હતી. ત્યારબાદમા આરોપીને દબોચીને તમિલનાડુ થી રાજકોટ લાવવામાં આવેલો છે અને આટલા વર્ષ સુધી કઈ જગ્યાએ છુપાયો હતો તેમજ તેની મદદગારી કરનારા કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. હ-ત્યારાએ હ-ત્યા કરી તે સમયે તેની ઉંમર 34 વર્ષ હતી અને હાલ તે 45 વર્ષનો છે.
સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 11 વર્ષ પહેલા હ-ત્યા થઈ હતી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા રાજકોટ શહેરમાં બનેલ ખુન, ખુનની કોશીષ તથા લુંટ તેમજ ઘરફોડ ચોરીઓ જેવા ભારે ગુનાઓ દાખલ થયેલા હોય અને તે અનડીટેકટ ગુન્હાઓ તેમજ તે ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા (વોન્ટેડ) આરોપીઓને શોધી કાઢવા અંગે સુચના આપી હતી. જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ. આર. ગોંડલીયા સહિતની ટીમને ચોક્કસ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસની મદદથી સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં વિનિત એન્જીનીયરીંગ નામના કારખાના બહાર આજથી આશરે 11 વર્ષ પહેલા ગત તા.5 માર્ચ, 2014 ના રોજ મર્ડરનો બનાવ બન્યો હતો.
રાજકોટ પોલીસે બાતમીના આધારે તામિલનાડું પહોંચી હતી. જે અનુસંધાને રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુન્હો દાખલ થયો હતો અને આ ગુન્હાને અંજામ આપનાર આરોપી ગોવિંદ ખાન બનાવ બાદ નાસી ગયો હતો અને આરોપી છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો. જે આરોપી હાલ તમીલનાડુ રાજયના તીરૂનેલવેલી ખાતે હોવાની ચોકકસ હકિકત મળતા આરોપી બાબતે ઉપરોકત કાઈમ બ્રાન્ચ ટીમ તમીલનાડુ ખાતે તપાસમાં પહોંચી હતી. ટીમ દ્વારા 3 દિવસ સુધી આરોપીના રહેણાંક મકાન તેમજ કામવાળી જગ્યા આજુબાજુમાં વાસણ વેચનાર ફેરીયા તરીકે તેમજ નાળીયેરના વેપારીનો વેશપલટો કર્યો હતો. આ આરોપી બાબતે ચોકકસ હકિકત મેળવી ગુન્હાના વોન્ટેડ આરોપીને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સાથે જ આગળની કાર્યવાહી માટે માલવીયાનગર પોલીસ સ્ટેશનને આરોપી સોપવાની તજવીજ કરવામાં આવેલ છે.