ભારે કરી… રૂડાના અધિક કલેક્ટરની નેમ પ્લેટ લગાવેલી કારમાં દારૂની હેરાફેરી!!!

0
152

રાજકોટ: બૂટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે અથવા તો કારમા બુટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે.ચોંટીલા પોલીસે રાજકોટ તરફ જતા હાઇવે પર એડિશનલ કલેકટર ગ્રામ્ય રાજકોટ લખેલ બોર્ડ વાળી કારને ઉભી રખાવતા તેમાથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 155 જેટલી બોટલો સહિત 5 લાખ 67 હજારના મુદામાલ સાથે 3 શખ્સોને ઝડપી પાડયા.

ચોંટીલા પોલીસે આણંદપુર ચોકડીથી ન્યુનાગરાજ હોટલ સુધી પીછો કરી ADDITIONAL COLLECTOR Rural Development Rajkot લખેલ અર્ટીકા ગાડીમાં ઈગ્લીશન દારૂનો જથ્થો હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી ચોટીલા પોલીસ વિદેશી દારૂની 155 જેટલી બોટલો અને અર્ટીકા ગાડી ગાડી નંબર GJ-03 G-7454 સહિત રૂ.5 લાખ 67 ના મુદામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપી હતી.જે અંતર્ગત જે અન્વયે ચોટીલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એન.એચચૌહાણ સાહેબ નાઓને ચોકકસ બાતમીરાહે હકીકત મળેલ કે, ચોટીલા આણંદપુર રોડ તરફ થી એક સફેદ કલરની અર્ટીકા ફોર વ્હીલ ગાડી જેનો Fro પાર્સીગ નંબર GJ-03 16-7454 તથા ગાડી આગળ પાછળ નંબર પ્લેટ પાસે ADD1T1ONAL collecજOR Rural Development Rajkotનું બોર્ડ લગાવેલ છે. તેમજ ઉપર સાયરન છે. તે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આવે છે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી નિકળનાર છે તેવી ચોકકસ હકીકત વાળી જગ્યાએ વોચ રાખીને ગાડી નિકળતા તેને ઉભી રખાવવા હાથથી ઇશારો કરતા તે ગાડી ઉભી રાખેલ નહી અને પુરઝડપે રાજકોટ તરફ નિકળી જતા પોલીસે ગાડીનો પીછો કરી તે ગાડી હાઈવેરોડ ઉપર ન્યુ નાગરાજ હોટલ પાસે રોડ ઉપર પી.સી.આર.(સ.વ.)આગળ કરી બાતમીવાળી ગાડી રોકી ચેક કરતા ગાડીની અંદર જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 155 જેટલી બોટલો સહિત 5 લાખ 67 હજારના મુદામાલ સાથે યશપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, યુવરાજ પ્રકાશ ચુડાસમા અને કિશન અનીલ ગૌસ્વામી વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here