Abtak Media Google News

ભાવનગર રેન્જ દ્રારા ભાવનગર રેન્જ હેઠળનાં જિલ્લાઓ ભાવનગર, અમરેલી અને બોટાદ પોલીસ દળનાં જવાનો તથા વહિવટી તંત્ર અને પ્રજાજનો માટે ’’ ભાવનગર રેન્જ એથલેટીકસ મીટ-૨૦૨૩ ’’ નું આયોજન ૦૮ ફેબ્રુઆરી 2023થી ભાવનગર પોલીસ હેડ કવાટર્સ, પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ એથલેટીકસ મીટ-૨૦૨૩માં અલગ-અલગ વ્યકિતગત ઇવેન્ટ તેમજ ટીમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ.જેમાં અલગ-અલગ ઇવેન્ટમાં કુલ-૧૪૦૦ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં વોલીબોલની રમતમાં ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમ વિજેતા બની હતી.

વોલીબોલની રમતમાં ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમે પ્રથમ મેચ ભાવનગર હેડ કવાર્ટરની ટીમ, બીજી મેચ અમરેલીની ટીમને હરાવીને ફાયનલમાં પ્રવેશ કર્યો હતો. 11મી ફેબ્રુઆરીના રોજ ભાવનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમ તથા ભાવનગર સીટી ડિવીઝનની ટીમ વચ્ચે ફાયનલ મુકાબલો યોજાયો હતો જેમાં ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમે પોતાના ધુંઆધાર ખેલાડીઓ સાથે  કે.એમ.પટેલ પો.સબ ઇન્સ.ની આગેવાની હેઠળ વિજય પ્રાપ્ત કર્યો હતો.

આમ, વોલીબોલ રમતમાં ભાવનગર,પોલીસ અધિક્ષકની ટીમ વિજેતા જાહેર થઈ હતી. આ ટીમમાં કેપ્ટન કે.એમ.પટેલ પો.સબ ઇન્સ., પી.બી.જેબલીયા પો.સબ ઇન્સ., પો.હેડ કોન્સ., પ્રતાપસિંહ રણજીતસિંહ, કિશનભાઇ ધીરજલાલ, પો.કો. જયદિપસિંહ અશોકસિંહ, ભગીરથસિંહ વનરાજસિંહ, દિલીપભાઇ ભીમજીભાઇ, ઘનશ્યામસિંહ જયરાજસિંહ, અનિરૂધ્ધસિંહ ખોડુભા, અલ્ફાઝ મહમદહનીફભાઇ, શબ્બીરભાઇ યુસુફભાઇનાંઓએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.