Abtak Media Google News

શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય ને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલેએ શહેર પોલીસ કમિશનર  વિસ્તારમાં એક હુકમ પ્રસિધ્ધ કરી તા.1-05-2021થી તા.30-06-2021 સુધી હથિયારબંધી ફરમાવી છે.

હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર  અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતોગાવા કે વાદ્યો વગાડવા પર પર પ્રતિબંધ મૂકયો છે. પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.