Abtak Media Google News
  • જિલ્લા કલેકટર કચેરી ખાતે વી.સી.ના માધ્યમથી ગૃહમંત્રી સંઘવી અને ડીજીપી સાથે બેઠક યોજી

શહેરના કાલાવડ રોડ નજીક ટીઆરપી ગેમઝોનમાં ગત શનિવારે સર્જાયેલા અગ્નિકાંડમાં  28થી વધુ લોકોના ભોગ લેવાના બનાવના ઘેરા પડઘા પડયા હતા. રાજય સરકાર એકશન મોડમાં આવી પોલીસ કમિશ્નર સહિત ત્રણ આઈપીએસની બદલી કરી હતી નવનિયુકત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને ડીસીપી ઝોન-2 જગદીશ બંગારવાએ  ચાર્જ સંભાળી સિવિલ હોસ્પિટલઅને ઘટના સ્થળની મુલાકાત  લઈ જાત માહિતી મેળવી તપાસનો ધમધમાટ આદર્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેરના ઈતિહાસ બનેલી કલંકીત અગ્નકાંડની ઘટનાને પગલે રાજય સરકાર હરકતમાં  આવી છે. મૃતકના પરિવારજનો ન્યાય મળે અને ભવિષ્યમાં માનવ સર્જીત દુર્ઘટના ઘટે નહી તે માટે એક પછી એક પગલા સરકાર દ્વારા  લેવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પ્રથમ બે પી.આઈ. સહિત સાત અધિકારીઓને સસ્પેન્હ કરવામાં આવ્યા હતા. બાદ  ગત સાંજે પોલીસ કમિશ્નર રાજુભાર્ગવ, જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી અને  ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેશપાંડની બદલીના હુક્મ કરવામાં આવ્યા છે.

નવા પોલીસ કમિશ્નર તરીકે સરળ, સૌમ્ય અને પ્રમાણિક અધિકારી તરીકે બ્રજેશ ઝા જયારે કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી. મહેન્દ્ર બગડીયા અને વડોદરા  સેન્ટ્રેલ જેલના અધિક્ષક જગદીશ બંગારવાની ડીસીપી ઝોન-2ની નિમણુંક કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને ડીસીપી જગદીશ બંગારવાએ ચાર્જ સંભાળતાની સાથે પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજી અગ્નિકાંડની દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો.

બાદ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે  કલેકટર સહિત ઉચ્ચ અધિકારી સાથે બંધ બારણે બેઠક  યોજી હતી સી.પી.બ્રજેશ ઝા અને કલેકટર પ્રભવ જોષી સતિ બંને અધિકારીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક એકસપર્ટ સાથે મુલાકાત કરી છે.

જયારે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને ડીસીપી જગદીશ બંગારવા સહિત ઉચ્ચ અધિકારી સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે  ઘટેલી ઘટનાનું  પોલીસ કમિશ્નરે જાત નિરીક્ષણ કરી ઉચ્ચ અધિકારી સાથે સમગ્ર ચિતાર મેળવ્યો હતો. સમગ્ર માહિતી મેળવ્યા બાદ  સી.પી.બ્રજેશ ઝા દ્વારા તપાસમાં કોઈ કચાશ રહી ન જાય અને પિડીત પરિવારજનોને ન્યાય મળી રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાનું  જાણવા મળ્યું છે.

સીપી બ્રજેશ ઝા અને ડીસીપી  ઝોન-2 જગદીશ બંગારવા સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી

નવનિયુક્ત કમિશનર બ્રજેશ ઝા અને કલેકટરે લીધી સિવિલની મુલાકાત

રાજકોટના નવનિયુક્ત કમિશ્નર બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળતાની સાથે જ તાત્કાલિક એક્શન મોડમાં આવી ઝછઙ અગ્નિકાંડમા ભોગ બનેલા મૃતકોના પાર્થિવ શરીરની પીએમ રૂમે આવી જાત નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત કમિશ્નરની સાથે કલેકટર પ્રભાવ જોષીએ પણ પીએમ રૂમનો દોહરો કર્યો. કલેકટર અને કમિશનર બંને પોલીસ અધિકારીઓ સાથે ફોરેન્સિક લેબનું પરીક્ષણ કરતા નજરે ચડ્યા છે.ગેમઝોન અગ્નિકાંડમાં ભોગ બનેલા નિર્દોષોના મૃતદેહોનું જાત પરિક્ષણ કરી કમિશ્નર તથા કલેકટરે તાત્કાલિક એક્શન મોડમાં તપાસનો ધમધમાટ આદર્યો છે. કલેકટર અને કમિશનરસાહેબે પીએમ રૂમની સાથે કે.ટી.ચિલ્ડ્રન વોર્ડની પણ મુલાકાત લેતા જાત પરીક્ષણ કર્યું.

મૃતકોના અવશેષોનું નિરીક્ષણ કરી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી. પીએમ રૂમે ન્યાયની આશા સાથે બેઠેલા મૃતકોના પરિવારજનો નવનિયુકત કમિશ્નરને ચાર્જ લીધાની સાથે જ એક્શન મોડમાં જોઈ સ્વજનોના હૈયે રાહતનો ઊંડો શ્વાસ જણાયો.એકાએક પીએમ રૂમે આવી કામગીરી હાથ ધરતા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું.નવનિયુક્ત કમિશનરનું હકારાત્મક વલણ અને તાત્કાલિક તપાસનો દોર જોતા જ મૃતકોના પરિવારજનોને હૈયે ધરપત જણાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.