Abtak Media Google News

સૌરાષ્ટ્રની ચારેય રેન્જ આઇજી ટેકનોલોજીના માસ્ટર પોલીસ કમિશનરનું ગુનાનો ભેદ ઉકેલવા માર્ગ દર્શન મેળવશે

રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ લીધો મહત્વનો નિર્ણય

રાજયમાં પોલીસ વડાનો આશિષ ભાટીયાએ ચાર્જ સંભાળ્યા બાદ રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યા બાદ સૌરાષ્ટ્રમાં ગુનેગારો પર ધોસ બોલાવી અસરકારક કામગીરી માટે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સૌરાષ્ટ્રની ચારેય રેન્જનો હવાલો સોપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એડીશનલ ડીજી કક્ષાના અધિકારી છે. તેઓ ઘણા સિનિયર ઉપરાંત ટેકનોલોજીના માસ્ટર છે. જ્યારે સૌરાષ્ટ્રની ચારેય રેન્જ રાજકોટ, બોર્ડર, ભાવનગર અને જૂનાગઢ રેન્જના આઇજીને ટેકનોલોજીની મદદ મળી રહે તે ઉપરાંત સિનિયર હોવાથી તેમના અનુભવથી સૌરાષ્ટ્રની ગુનાખોરી ઉપર અંકુશ આવી શકે તેમજ ગુનાનો ભેદ ઉકેલવામાં હાલના સમયમાં ટેકનોલોજી ઘણી ઉપયોગી હોવાથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સૌરાષ્ટ્રની ગુનાખોરી પર બાજ નજર રાખવાનો ડીજીપી આશિષ ભાટીયાએ મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજકોટના એડિશનલ ડીજીપી લેવેલનાં સિનિયર આઈપીએસ મનોજ અગ્રવાલને સમગ્ર સૌરાષ્ટ્રના સુપરવિઝનની મહત્વની જવાબદારરી સુપરત કરવામાં આવી છે. પ્રથમ વખત એવો મહત્વનો નિર્ણય મનોજ અગ્રવાલની સિનિયોરીટી તથા તેમના અદભુત ટેકનિકલ જ્ઞાન તથા રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક હોવાથી આ નિર્ણય સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વની ઘટનાઓ પ્રસંગે ઉપયોગી બને તે હેતુ હોવાનું માનવામાં આવે છે.

આવો નિર્ણય તાજેતરમાં રાજકોટમાં ડીજીપી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવેલ ખૂબજ અનુભવી અને ભૂતકાળમાં રાજકોટના બે ખૂબ ગાજેલા અપહરણ કાંડમાં અમદાવાદ સીટી ક્રાઈમ વડા તરીકેનો અનુભવ કામે લગાડી ભેદ ઉકેલાયો હતો તેવા અનુભવ આધારે ડીજીપી આશિષ ભાટીયા દ્વારા કરાયો છે.

અત્રે યાદ રહે કે જૂનાગઢ… ભાવનગર અને રાજકોટ રેન્જ વડા તરીકે ડીઆઈજી લેવલનાં ઓફિસર છે. એડિશ્નલ ડીજી લેવલના ઓફિસરાપાસે બધી પોલીસ મથકોની બ્રાંચો બાદ કરતાં હોય છે. બીજી બાજુ તેમનાથી ખૂબજ જૂનીયર અધિકારી ચાર ચાર જિલ્લાઓની હકૂમત હોય છે. સ્વાભાવિક રીતે મોટા ગુન્હાઓ સમયે આરોપીને શોધવા માટે સીપીની મદદ તેમના નેટવર્કનો લાભ સાથે ઉગ્રવાદીઓ નાના શહેર જિલ્લાનાં ટાર્ગેટ બનાવી ત્યારે ખૂબજ ટેકનિકલ સર્વેલેન્સનું રાજકોટ સીટી જેવા શહેરનું નેટવર્ક કામે લગાડી શકાય ડીઆઈજી લેવલનાં ઓફિસરોને પણ મહત્વની ઘટનાઓ સમયે ખૂબજ અનુભવી અધિકારીનું માર્ગદર્શન સાથે શહેરના વિશાળ તંત્રની મદદ મળે તેવું ખૂબજ અનુભવી અને ગુજરાતની ક્રાઈમ કુંડળીથી પરિચીત એવા આશિષ ભાટીયાએ દ્વારા ઐતિહાસિક નિર્ણય લીધાનું અનુભવીઓ માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.