Abtak Media Google News

પહાડી વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ એ બંને રાજ્યોની હદ અંગે ઊભી કરેલી સમસ્યાએ બંને રાજ્યોની પ્રજા સામ સામે

જર જમીન ને જોરું ત્રણે કજિયાના છોરું… સામાજિક વિવાદોના કારણમાં મોટાભાગે સંપતિ કે જમીન અને સગપણના નાના મનદુઃખ મોટા રૂપ લઈ લે છે પરંતુ આસામ અને મિઝોરમ વચ્ચે પણ જમીનની સરહદે બંને રાજ્યોના નાગરિકોને ભારતીય હોવાનો ધર્મ ભૂલાવીને પ્રદેશવાદ માં હિંસાની હોળી માં હોમી જઈને આસામ અને મિઝોરમ વચ્ચે ઊભી થયેલી સરહદીય વિવાદ વચ્ચે મિઝોરમ અને આસામ પોલીસ સામસામે આવી જવા પામી હતી અને મોડી રાત સુધી થયેલી આ માથાકૂટમાં અંતે મિઝોરમ પોલીસે આસામ પોલીસના 200 અજાણ્યા કર્મચારીઓ સામે વિધિવત રીતે ગુનો દાખલ કર્યો હતો અને તેની સાથે આ સમગ્ર પરિસ્થિતિ માટે જવાબદાર ગણીને આસામના મુખ્ય મંત્રી હિંમત વિશ્વ શર્મા  સામે ફરિયાદ  દાખલ કરી હતો

દેશના રાજદ્વારી ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટનામાં મિઝોરમ પોલીસે કોલશીપ જિલ્લાના પ્રગતિનગર નજીક થયેલી હિંસક અથડામણ અને વ્યાપક તોફાનો ની આ ઘટના ના આ મામલામાં આસામના મુખ્ય મંત્રી હેમંત વિશ્વકર્મા અને રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારીઓ અને બે અન્ય અધિકારીઓ સામે ગુનો નોંધી વિધિવત એફ.આઈ.આર દાખલ કરવામાં આવી છે.

આ અંગે મિઝોરમ ના મુખ્ય પોલીસ મહાનિર્દેશક જો નેન દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત માં બતાવવામાં આવ્યું હતું કે આસામના મુખ્ય મંત્રી હિંમત વિશ્વાસ શર્મા અને રાજ્યના વરિષ્ઠ ચાર અધિકારીઓ અને બે અન્ય કર્મચારીઓ તમે હત્યાનો પ્રયાસ કાવતરુ કરવા સહિતની કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે સીમાંત નગર નજીક મિઝોરમ અને આસામ પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી સોમવારે મુખ્યમંત્રી સહિતના વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યું છે.

આસામ પોલીસે કાયદો હાથમાં લઈ ભારે હિંસા આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે અન્ય બસો અજાણ્યા શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે મુખ્યમંત્રી સામે ફોજદારી રાહે ફરિયાદ થઈ હોય તેવી આ ઘટનામાં નોંધાયેલી વિગતો જોઈએ તો મિઝોરમના  જિલ્લામાં ગેરકાયદેસર રીતે કોરો નો નિયમ ભંગ સહિતની વિવિધ જોગવાઇઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

મુખ્યમંત્રી હિંમત વિશ્વાસ શર્મા અને અન્ય જે લોકોના નામ ફરિયાદમાં માં છે તેમને ૧લી ઓગસ્ટ એટલે કે આવતીકાલે પોલીસ મથકમાં હાજર થવાનું ફરમાન કરી દેવામાં આવ્યું છે બીજી  અગ્રસચિવ એમએસ મનન દ્વારા જાહેર કરવામાં આવેલી એક માર્ગદર્શિકામાં જણાવાયું છે કે અત્યારની પરિસ્થિતિએ આસામના લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે તે મિઝોરમ ન જાય કેમકે આસામના લોકો પર મિઝોરમમાં જોખમ ઊભું થયું છે બીજી તરફ મિઝોરમ ના મુખ્યમંત્ પોરમ સાંગાએ જણાવ્યું છે કે પૂર્વોત્તર ભારત હમેશા એક રહેશે સાથે તેમણે જણાવ્યું છે કે હું હવે કેન્દ્ર સરકારને આસામ અને મિઝોરમ સીમા વિવાદ નો શાંતિપૂર્વક પૂર્વક ઉકેલ લાવવા વિનંતી કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.