- ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
- કોન્સ્ટેબલ મૂળ અમદાવાદના રહેવાસી
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
ગુજરાતભરમાં આપઘાત કરવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. ત્યારે તેવામાં બોટાદમાંથી પોલીસકર્મી દ્વારા આપ-ઘાત કરાયાની ઘટના સામે આવી છે. તેમજ બોટાદ જિલ્લામાં ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
બોટાદના ગડઢાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાશી અને ગઢડા પોલીસમાં ફરજ બજાવતા 28 વર્ષના પ્રહલાદ બાવળીયાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો હતો. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે જ્યારે ધૂળેટીએ રાજ્યભરમાં ઉજવણીનો માહોલ હતો. ત્યારે જ પોલીસ જવાન દ્વારા આ-ત્મહત્યા કરી લેવાની આવી ઘટના બની હતી.
કેમ કરી આ-ત્મહત્યા?
ઘટનાની જાણ થતાં જ પ્રહલાદના ઘરે પોલીસનો કાફલો દોડી પહોંચ્યો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમને મૃ-ત જાહેર કરી દેવામાં આવ્યો હતો. તેમજ કયા કારણોસર આ-ત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.
પોલીસે શું કહ્યું?
મળતી માહિતી અનુસાર પ્રહલાદ બાવળીયા કોન્સ્ટેબલ તરીકે ગઢડા પોલીસમાં ફરજ બજાવતા હતા. આ મામલે ગઢડા પોલીસના ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે પ્રહલાદ ધંધૂકાના રહેવાશી હતા. તે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રહલાદે પોતાના ઘરે જ આ-ત્મહત્યા કરી હતી. ત્યારે હાલમાં તેમનો મૃ*તદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.