ઝાલાવડમાં બાયો ડિઝલના ગેરકાયદે વેંચાણ પર પોલીસ ધોંસ

જોરાવરનગર પોલીસે દરોડો પાડી 12 ડીઝલ બાયો ડિઝલ, આઇસર મળી રૂ. 6.83 લાખનો મુદામાલ કબ્જે: બે શખ્સો પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં બાયોડીઝલનું ધુમ વેચાણ થઈ રહ્યુ છે. ત્યારે જોરાવરનગર પોલીસની ટીમે મંગળવારે મોડી રાત્રે રતનપર બાયપાસ પર દરોડો કરીને ગેરકાયદેસર બાયોડીઝલ વેચતા 2 શખ્સોને 1200 લીટર બાયોડીઝલ સહીત રૂપીયા 6.83 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા છે. આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી 2 માસ અગાઉ પણ ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે પકડાયો હતો.

ત્યારે જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઈ એન.એચ.કુરેશી, ઘનશ્યામભાઈ, મેહુલભાઈ સહીતની ટીમને રતનપર બાયપાસ પર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતુ હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફે દરોડો કર્યો હતો. 1200લીટર બાયોડીઝલ કિંમત રૂપીયા 60હજાર, 38 ખાલી બેરલ કિંમત રૂપીયા 7600, મોટર અને તેના સાધનો કિંમત રૂપીયા 10,000 અને પીકઅપ વાન રૂપીયા 2 લાખ તથા આઈસર રૂપીયા નો મુદ્દમાલ જપ્ત કરાયો છે.જેમાં રતનપરની આદેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતો ઈશ્વર વિઠ્ઠલભાઈ ચૌહાણ અને અમદાવાદના દાણીલીમડામાં રહેતો પીરમહમદ ઉર્ફે પીરૂભાઈ દાદુમીયા મન્સુરી પકડાયા હતા.

આ બન્ને શખ્સો પાસેથી 1200લીટર બાયોડીઝલ કિંમત રૂપીયા 60હજાર, 38 ખાલી બેરલ કિંમત રૂપીયા 7600, મોટર અને તેના સાધનો કિંમત રૂપીયા 10,000 અને પીકઅપ વાન રૂપીયા 2 લાખ તથા આઈસર રૂપીયા 4 લાખ, 2 મોબાઈલ કિંમત રૂપીયા 5500 મળી કુલ રૂપીયા 6,83,100નો મુદ્દામાલ કબજે કરાયો છે. બન્ને શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરોડામાં ઝડપાયેલ ઈશ્વર વિઠ્ઠલભાઈ ચૌહાણ અગાઉ તા. 10 ડીસેમ્બરના રોજ પણ ગેરકાયદેસર બાયોડીઝલ સાથે પકડાયો હતો. ત્યારે ઝડપાયા બાદ જામીન પર છુટી ફરી પાછો બાયોડીઝલ વેચવાનો ધંધો ચાલુ કરી દીધો હતો. ત્યારે જોરાવરનગર પોલીસે દરોડો કરી ફરી ઈશ્વર વિઠ્ઠલભાઈ ચૌહાણને ઝડપી લીધો છે.