બાબરા નજીક બોલેરોનો પોલીસે ફિલ્મી ઢબે પિછો કરી દારૂનો જથ્થો પકડયો

720 બોટલ વિદેશી દારૂ અને વાહન મળી રૂ 6.37 લાખનો મુદામાલ કબ્જે: ચાલકની શોધખોળ

બાબરા તાલુકાના વાંકીયાથી ખંભાળા માર્ગ પર આવેલા સુખપર ગામના માર્ગ પર બોલેરોમાંથક્ષ રૂ 437540ની કિંમતનો 720 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે રૂ 6,67,540નો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી. હિમકરસિંહે આપેલી સુચનાને પગલે બાબરા પોલીસ મથકના પીઆઈ જે.એમ. કૈલા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે વાંકીયા-ખંભાળા માર્ગ પર બોલેરો જીપમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે સુખપુર ગામ નજીક વોંચ ગોઠવી હતી.

વોચ દરમિયાન પુરપાટ ઝડપે આવતી બોલેરોને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક બોલેરો લઈને નાશી છૂટતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક થોડે દૂર બોલેરો મૂકી નાશી ગયો હતો. પોલીસે બોલેરોની તલાશી લેતા જેમાંથી રૂ 4.37 લાખની કિંમતનો 720 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે 6.37 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા બૂટલેગરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.