Abtak Media Google News

૧૨ દિવસથી નાસતા ફરતા ૬ શખ્સો બેડી ગામ પાસેથી પોલીસે દબોચી લીધા

રાજકોટ આરટીઓ કચેરીમાં ૧૨ દિવસ પહેલા ભરબપોરે સરાજાહેર મુસ્લિમ યુવાનને છરીના ઘા ઝીકી હત્યા કરવાના ગુનામાં પોલીસે છ શખસોની ધરપકડ કરી લીમડાનો સ્વાદ ચખાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Img 20191128 Wa0014 1

બનાવ અંગેની વિગત મુજબ દુધ સાગર રોડ પર રહેતો અને આરટીઓમાં રેડીયમ પટ્ટી લગાવવાનું કામ કરતા સાહિલ હનીફ (ઉ.વ.૨૫) નામના યુવાન સાથે ગઈ તા. ૧૫-૧૧-૧૯ના રોજ બપોરના સમયે કોઠારીયા રોડ પર રહેતાં મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડા સોલંકી નામનો શખસ પોતાના ટ્રક લઈ આરટીઓમાં પાર્કીંગ કરાવવા આવ્યો હતો ત્યારે રેડીયમ પટ્ટી લગાવવાના પ્રશ્ર્ને સાહિલ સાથે ઝઘડો થયો હોય જે બાબતનો ખાર રાખી બ્રેઝા કાર તથા બુલેટમાં અમરીશ ઉર્ફે કનુ નારણ ગોહિલ, રણુજા મંદિર પાસે રહેતાો ધર્મેશ પ્રભાત ધ્રાંગા, રાહુલ રાજુ ગોહિલ, નિતીન માધવજી ડાભી, મનસુખ કેશવ ઢોલરીયા અને મુકેશ ઉર્ફે કાનો કુલદીપ સહિતના શખસો ધોકા, પાઈપ, છરી જેવા ઘાતક હથિયારો લઈ આરટીઓમાં આવી સાહિલ તેનાં ભાઈ અને અન્ય સામે કામ કરતા યુવાનો પર સરાજાહેર હુમલો કર્યો હતો જેમાં કાનાએ સાહિલને છરીના ઘા ઝીંકી દેતા શરીરે ગંભીર ઈજા કરી હુમાલખોરો નાસી ગયા હતા બનાવ બાદ લોહિ નીતરતી હાલતમાં સાહિલને સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે મૃતક સાહિલના પરિવારજનો અને તેના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ જતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું. બનાવ બાદ પોલીસે બંદોબસ્ત ગોઠવવાની જરૂર પડી હતી. ત્યારબાદ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી પીઆઈ વી.જે.ફર્નાન્ડીઝ, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.એમ.ગઢવી, પી.એસ.આઈ. પી.એમ.ધાખડા, પી.એસ.આઈ એમ.એમ.ઝાલા, પી.એસ.આઈ, પી.બી.જેબલીયા, પી.એસ.આઈ એમ. જે. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મોહસીન ખાન, મનોજભાઈ, મહેશભાઈ, અજયભાઈ, મુકેશભાઈ સહિતના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હત્યારા છ શખસોને શોધવા કવાયત હાથ ધરી હતી.

તે દરમ્યાન ગઈકાલે સાંજે મોરબી રોડ પર આવેલા બેડી ગામ પાસેથી મરીશ ઉર્ફે કનુ, ધર્મેશ પ્રભાત, રાહુલ રાજુ, નીતીન માધવજી, મનસુખ કેશવ, તથા મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ સહિતના છ શખસોની ધરપકડ કરી લીમડાનો સ્વાદ ચખાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.