Abtak Media Google News

14મી  નવેમ્બર બાળ દિન નિમિતે અનેક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. એ રીતે જ લોકોની  સુરક્ષામાં સતત વ્યસ્ત રહેતા પોલીસે પણ ‘બાળ દિન’ ની ઉજવણી કરી બાળકોના સ્મિતનું કારણ બન્યા હતા. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી સૌરવ તાબેલીયા, ટ્રાફીક ડીસીપી પૂજા યાદવ અને મહિલા પોલીસ મથકના પીઆઇ બી.એમ. ઝણકાર દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર મહિલાને લગતા ઘરેલું હિંસા મહિલાઓની છેડતી કે સીનીયરને લગતા પ્રશ્ર્નોના ત્વરીત નીરાકરણ માટે અને મહિલાને શી ટીમની કામગીરીથી માહિતગાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે.

ત્યારે 1પમી નવેમ્બરના રોજ સી ટીમના પ્રિયંકા દેવી, પૂજાબેન, ઉર્મિલાબેન અને દીપીકાબેન સહિતનાઓએ કુવાડવા વિસ્તારમાં માલયાસણ સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને કપડા, બિસ્કીટ અને ચોકલેટ આપી તેમના કિંમતનું કારણ બન્યા હતા. આ તકે બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.