સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને પોલીસે ત્રંબા, સરધારમાં ફ્લેગમાર્ચ યોજી, જુઓ તસવીરો

ઋષિ દવે,રાજકોટ: આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ,જેસીપી ખુર્શીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણાની સૂચનાથી તેમજ એસીપીએચ.એલ.રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડા નાઓની રાહબરીમાં આજીડેમ પો સ્ટેના પોલીસ સ્ટાફ તેમજ પેરા મિલિટરી ફોર્સ સાથે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબા જિલ્લા પંચાયત તથા સરધાર જિલ્લા પંચાયત વિસ્તાર હેઠળના ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.