Abtak Media Google News

પોલીસે મોબાઇલ, રોકડ, બે બાઈક મળી રૂ.૧,૧૬,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

રતનપરના પાટીદાર ટાઉનશીપમાં ચાલતી જુગારકલબ પર સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમે ત્રાટકી જુગાર રમતા મકાનમાલિક સહિત છ જુગારીની ધરપકડ કરી રોકડ-મોબાઇલ વાહન મળી રૂ.૧૬,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રતનપર પ્રજાપતિ પોતાના મકાનમાં જુગાર અખાડો ચલાવી રહ્યો હોવાની ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમના પી.આઇ.ડી.એમ.ઢોલના માગદર્શન હેઠળ પી.એસ.આઇ.વી.આર. જાડેજાની ટીમે દરોડો પાડી જુગાર રમતા દિનેશ મનસુખ ઝીંઝુવાડીયા, અજયકુમાર મોહનલાલ ત્રિવેદી, ગોપાલ અંબારામભાઇ અપદરીયા, નિરવ ભરતભાઇ કોઠારી, મેહુલ મુકેશભાઇ સોલંકીની ધરપકડ કરી પોલીસે રૂ.૩૨,૩૮૦ની રોકડ, મોબાઇલ નંગ-૫ કીમત રૂ.૩૪,૫૦૦ તથા બે બાઇક મળી કીંમત રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૬,૬૮૦નો મુદ્દામાઇ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.