સ્લમ વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી

ગાંધીગ્રામ અને યુનિ. પોલીસે દરોડા પાડી: બે મહિલા સહિત સાતની ધરપકડ

શહેરનાં સ્લમ વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતા દેશી દારૂના હાટડાને નેસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલીસુચનાને પગલે ગાંધીગ્રામ અને યુનિ. પોલીસ મથકનાં સ્ટાફ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

વધુ વિગત મુજબ રૈયાધાર વિસ્તારનાં મફતીયાપરામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી અને વેંચાણને ડામી દેવા યુનિ.રોડ પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી વિક્રમ કેશુ વાજેલીયા, રાયસીંગ કેશુ વાજેલીયા, બુધીબેન કમા હાલાણી, કેશુ જકશી જખાનીયા, વિરમ પોપટ જખાનીયા, ચંપાબેન રણુ આડમીયા અને દિપક મગન સોલંકીની અટકાયત કરી દેશી દારૂ અને આથો કબ્જે કર્યા છે.

ગાંધીગ્રામ પોલીસ મથકનાં છોટુનગર અને ૨૫ વારીયા ઘંટેશ્ર્વર વિસ્તારમાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવતા જેમાં શખ્સોની ધરપકડ કરી દેશી દારૂ પકડી પાડી જયારે પાંચ સ્થળેથી કોઈ વસ્તુ મળી ન હતી.

Loading...