Abtak Media Google News

માલ ચોરાઉ છે કે વેપારી આવો વિસ્ફોટનો માલ પોતાના પૈસાના સ્વાર્થ માટે ખરીદતતા હતા તે કોયડો અણઉકેલ

બંને વેપારીઓને એક જ માલ ફેરિયા આપી ગયા હતા

ઉપલેટા શહેરમાં પાંચ દિવસ પહેલા કટલેરી બજારમાં આવેલા કે.જી.એન. મેટલના ભંગારના ડેલામાં વિસ્ફોટની ઘટનામાં નિર્દોષ પિતા-પુત્રના મોત થતા શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

શહેરની કટલેરી બજાર પાસે આવેલ બુટાણી ચેમ્બરમાં કે.જી.એન. મેટલ નામની દુકાનમાં ભંગાર ઇલે. માલ સામાન તોડતી વખતે થયેલ ભયંકર વિસ્ફોટમાં દુકાનમાં મજૂરી કામે આવેલ રજાક અજીજ કાણા તેમજ તેમના પુત્ર રઇશ રજાક કાણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અંગેની સ્થાનિક પોલીસ તપાસમાં આ વિસ્ફોટમાં માલ કે.જી.એન. મેટલના માલિક તોફીક હારૂન ડોસાણીને વર્ષોથી ભાટીયા ગામના ભંગારના વેપારી સાથે ધંધો કરતા મોહન પરબત જાદવ દ્વારા આપ્પાની કબૂલાતના આધારે પોલીસે આ બનાવમાં ઉંડી ઉતરી ભાટીયા ગામાના મોહન પરબત જાદવને ઉપાડી લઇ તેની પૂછપરછ કરતા આ માલ તેઓએ ભંગારના ફેરિયાવાળાએ આપી ગયા હોવાની કબૂલાત આપતા પોલીસે ઉપલેટા અને ભાટીયા ગામના વેપારી વિરૂધ્ધ ગુંનો નોંધી બેની ધરપકડ કરી હતી.

જ્યારે વિસ્ફોટ માં માલ દેવભૂમિ દ્વારકા જીલ્લા કુરંગા ગામ પાસે આવેલ પ્રતિબંધ આર્મી ફાયરીંગ રેન્જની વસાહતમાંથી આવ્યા હોવાનું આરોપીએ કબૂલાત આપેલ હતી. આ વિસ્ફોટ રોકેટ લોન્ચના ફાયરિંગ રોલ હોવાનું જાણવા મળેલ છે.

સ્થાનિપ પોલીસે ઉપલેટા અને ભાટીયાના વેપારીની ધરપકડ કરી મરણ જનારના પુત્ર અને ભાઇ એજાજ રજાકભાઇ કાણા ઉ.વ.32 રહે ખ્વાજા નગર, મરીયમ મસ્જીદ પાસે ઉપલેટાવાળાની ફરિયાદ લઇ કે.જી.એન. મેટલના માલિક  તોફીક હારૂન ડોસાણી અને ભાટીયા ગામના મોહન પરબત જાદવ સામે તોફીકભાઇની દુકાનમાં રહેલ કાળા કલરની વિસ્ફોટ રોકેટ જાણતા હોવા છતા મરણ જનાર બંને પિતા-પુત્રને ભાંગવા આપતા 304,286,188 કલમ, 9બી (1) (બી) 114 સહિત કલમ લગાડી ગુંનો દાખલ કર્યો હતો. આ અંગેની વધુ તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ ધાંધલ ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.