- અટલ સરોવર નજીકનો વિડિયો વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસે ફોટોગ્રાફર જીત રાઠોડની ધરપકડ કરી
સોશિયલ મીડિયાનામાં હવાલ રિલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે. રિલ્સ બનાવવાની ઘેલછામાં ઘણીવાર યુવાનો જાહેર જીવનને જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે આવો એક વધુ બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. જીત રાઠોડ નામના 21 વર્ષીય યુવાને પોતાના 21માં જન્મદિવસે રસ્તા પર જ્વલંતશીલ પદાર્થના ઉપયોગથી 21 નંબર બનાવી તેના ઉપર આગ ચાંપી હતી. જે વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસે જીતની ધરપકડ કરી રિલ્સનું ભૂત ઉતાર્યું છે.
ગઈકાલે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા પામ્યો હતો. જેમાં શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર ગઈકાલે 24/12/2024ના રોજ રાત્રિના સમયે એક યુવાન બુલેટ લઈને આવે છે પછી પોતે બુલેટને પાર્ક કરી તેના પર બેસી જાય છે. જેની આગળ નીચે કોઈ જ્વલંત પદાર્થ રસ્તા પર છાંટી 21 નંબર લખવામાં આવ્યો હતો. જેના પર દીવાસળી મુકતા રસ્તા પર આગ લાગી હતી અને 21 નંબર ભૂંસાય ગયો હતો. ગઈકાલે આ યુવાન પોતાના જન્મ દિવસના 21 વર્ષ પૂર્ણ કરત પોતે આ મુજબ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જેના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ટેક્નિકલ સોર્સીસના આધારે વાઇરલ વીડિયો અંગે માહિતી મેળવતા આ વીડિયોમાં દેખાતો યુવાન જીત રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. જેનું લોકેશન મેળવી તેની અટકાયત કરી પોલીસે જરૂરી કયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં યુવાને પોતાના જન્મદિવસ નિમિત્તે જ આ રીલ બનાવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ હવે ફરી આવી કોઈ હરકતો નહીં કરે તેવી બાંયધરી આપી માફી માંગતો વીડિયો પણ બનાવ્યો હતો.
21મો જન્મદિવસ હોવાથી જ્વલનશીલ પદાર્થથી 21 લખી આગ લગાવી
વાયરલ વિડીયોમાં એક શખ્સ બુલેટ પર આવી 150 ફૂટ રીંગ રોડ પર જ્વલનશીલ પદાર્થ વડે 21 લખી તેમાં કાંડી ચાંપતો જોવા મળ્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક આ શખ્સની ઓળખ અને મોબાઈલ નંબર મેળવી લોકેશનના આધારે ધરપકડ કરી હતી. જે બાદ ખુલાસો થવા પામ્યો હતો કે, 21મો જન્મદિવસ હોવાથી તેણે 21 લખીને આગ લગાડી હતી.