Abtak Media Google News

1 પીએસઆઈ 10 પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવ્યા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઘસારાના કારણે દર્દીઓના સગા અને ડોકટર ની સલામતી માટે 1 પીએસઆઇ અને 10 પોલીસ જવાનોનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢ પોલીસ દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષા સાથે સલામતી સહિત સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવાવામા આવી રહ્યું છે, જેની મહાનગરમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઘસારાના કારણે દર્દીઓના સગા અને ડોકટર ની સલામતી માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 1 પીએસઆઇ અને 10 પોલીસ જવાનોનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.  દરમિયાન આજે સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, વંથલી પીએસઆઇ બી.કે.ચાવડા અને સ્ટાફના હે.કો. ભરતસિંહ, અરુણભાઈ, માલદેભાઈ, સંજયભાઈ, અનકભાઈ, સહિતની ટીમ બંદોબસ્તમાં હતા ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતી સાથે સારવારમાં આવતા દર્દીઓને દાખલ કરવા અને સારવારમાં આવતા દર્દીઓના સગા તથા દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જવાની સહિતની ફરજ  બજાવેલ હતી. જૂનાગઢ પોલીસના જવાનો જ્યારે સુરક્ષા સાથે દર્દીઓની સ્ટ્રેચરમાં લાઇ જવા સહિતનું સેવાનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર લોકો, દર્દીઓ અને દર્દીના સગાઓ પણ ભાવ વિભોર થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.