Abtak Media Google News

ક્રાઈમ બ્રાંચનો સપાટો દમણથી આવેલો દારૂ કોણે મંગાવ્યો તે અંગે તપાસ શરૂ

થર્ટીફસ્ટ નજીક આવી રહી હોય બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવાની ફીરાકમાં હોય બીજી બાજુ પોલીસ પણ એલર્ટ હોય તેમ ગતરાત્રે નવાગામ બામણબોર પાસેથી વિદેશીદારૂ તથા બિયરનાં મોટા જથ્થા સાથેના ટ્રકને ડીસીબી પોલીસે ઝડપી લઈ ટ્રક ડ્રાઈવરની પુછપરછ હાથ ધરી છે. પોલીસે રૂ.૭,૦૨,૦૦૦નો વિદેશી દારૂ તથા બીયરના ટીન, ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ.૧૭,૧૧,૦૦૦નો મુદામાલ કબ્જે કરી બુટલેગરોની માઠી દશા કરી છે.રંગીલા રાજકોટમાં થર્ટીફસ્ટને લઈને પ્યાસીઓની પ્યાસબુઝાવવા બૂટલેગરો દ્વારા દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા યેનકેન પ્રકારે પ્રયત્નો શરૂ થયા છે. બીજીબાજુ પોલીસ પણ સતર્ક બની ચાંપતી નજર રાખી રહી હોય તેમ ગતરાત્રે ડીસીબી પોલીસના પીઆઈ વી.કે.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. સાખરા, સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પો.કો. દેવાભાઈ ધરજીયા, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ મારૂને બાતમી મળેલ કે દમણથી દારૂબીયરનાં વિપુલ જથ્થા સાથેનો ટ્રક રાજકોટ આવી રહ્યો છે. બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી કુવાડવા હાઈવે રોડ નવાગામ બામણબોર બંસલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા જી.જે.૧૨ એકસ ૩૬૫૫ નંબરનાં ટ્રક ને અટકાવી તલાશી લેતા તેમાંવિદેશી શરાબની અલગ અલગ બ્રાંડની રૂ.૬૮૫૨૦૦ની કિમંતની ૧૧૬૮ બોટલો તથા રૂ. ૧૬૮૦૦ની કિમંતનાં ૧૬૮ બીયરના ટીન મી આવતા પોલીસે ટ્રક ડ્રાઈવર મુળ જાબુંડાનો વતની અને હાલ જામનગરની ઈરવીન હોસ્પિટલ પાછળ આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રદિલીપભાઈ ગોહિલ ઉ.૩૦ની અટક કરી મોબાઈલ તથા ટ્રક સહિત કુલ રૂ.૧૭,૧૧,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી છે.દમણથી મોકલાયેલો દારૂ બીયરનો જથ્થો પ્લાસ્ટીકની મોટી કોથળીઓમાં પેક કરી ટ્રકમાં ગોઠવાયો હતો. વિદેશી દારૂ કોણે મંગાવ્યો તે અંગે પોલીસે વિસ્તૃત પુછપરછ હાથ ધરી છે.વિદેશી દારૂ બીયરના મોટા જથ્થાને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ ગઢવી પીએસઆઈ સાખરા, પીએસઆઈ જેબલીયા, હેડ કોન્સ. અંશુમન ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ માફ, દેવાભાઈ ધરજીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.