જામજોધપુરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતા બે સ્થળોએ પોલીસ ત્રાટકી

0
33

જામજોધપુર શહેરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમી રહેલ શખ્સો પર બે જુદી જુદી જગ્યાએ જામજોધપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સવસેટા, હેડ કોન્સ્ટેબલ અનોપસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફે સુભાષ રોડ પર ભગવતી એમ્પેરીયમના ઓટલા પર બેસી ક્રિકેટ પર સટ્ટો રમી રહેલ કિશન ભરતભાઇ રાજાણી ધંધો રેડીમેડ કાપડ ની દુકાન રહેવાનું વિજયનગર, તીરુપતિ સોસાયટી જામ જોધપુરને રૂપિયા મુદામાલ 11940 સાથે પકડી પાડેલ છે.

જયારે આ સાથેનો આરોપી નસીબ કાંજીયા રહે ખરાવાડ મો. ન. 81405 03876 ફરાર જાહેર થયેલ છે.જયારે બીજા દરોડામાં બસ સ્ટેન્ડ સામે આવેલ દુકાનના ઓટલા પર બેસી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલ ધવલ ઉર્ફે કાનોકીશનભાઇ ખાંટ જાતે પટેલ ધંધો રસનો ચીચોડો રહેવાનું ખરાવાડ વિસ્તાર જામજોધપુરને મુદામાલ રૂપિયા સહીત રૂ. 11265 સાથે પકડી પાડેલ છે. બન્ને દરોડામાં નસીબ કાંજીયા ફરાર જાહેર થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here