Abtak Media Google News

૨૫૨૦ દારૂની બોટલ સાથે કુલ રૂ.૧૯.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે: ચાર આરોપી ફરાર

માંડવી પાસે આવેલા નાના ભાળિયાથી કાંડાગરા ગામ તરફ બાવાળોની ઝાડીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી હતી. જેમાં પોલીસે કુલ ૨૫૨૦ વિદેશી દારૂની બોટલ મડી રૂ.૧૯.૧૯ લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો સીબે જ્યારે અન્ય ચાર આરોપી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલોસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડવી તાલુકાના નાના ભાળિયાથી કાંડાગરા ગામ તરફ જવાના રસ્તે બાવળની ઝાડીયોમાં દારૂના જથ્થાનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે માંડવી પોલોસ મથકના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

પોલીસના દરોડાથી બુટલેગરમાં અફરાતફરી મચી ગઇ હતી. જેમાં પોલોસે આરોપી જગદીશ પરબત મકવાણાને રૂ.૭.૧૪ લાખની કિંમતની ૨૫૨૦ વિદેશી દારૂની બોટલ તથા ટ્રક અને છોટા હાથી મળી કુલ રૂ.૧૯.૧૯ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ દારૂનું કટિંગ કરી રહેલા યુવરાજસિંહ વજુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા, અમિત ભાનુશાલી અને જીજે-૧૨-બીવી-૦૮૪૨ છોટા હાથીનો ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.