- સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
શહેરના આરએમસી ચોક અને યાજ્ઞિક રોડ પર કાળા રંગની ચાર સ્કોર્પિયો કારના ચાલકો જાહેરમાં સ્ટન્ટ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એ ડિવિઝન પોલીસે ચારેય સ્કોર્પિયો કારના ચાલકોની ઓળખ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મામલામાં એ ડિવિઝન પોલીસે નોંધેલા ગુનાની પ્રાપ્ત વિગત અનુસાર સોશિયલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયેલ હતો. જે વીડીઓ બાબતે ખરાઈ કરતા વીડીયો યાજ્ઞીક રોડ ઉપરનો હોય અને તેમાં અલગ-અલગ કાળા કલરની સ્કોર્પિયો કાર બેદરકારીપુર્વક ચલાવી રોડ ઉપર પસાર થતા અન્ય રાહદારીની જીંદગી તથા સલામતી જોખમાઈ તે રીતે કાર પુરપાટ ઝડપે ચલાવી સ્ટંટ કરતા વીડીયોમાં જીજે-36-એફ-0052 નંબર વાળી સ્કોર્પીયો કાર તથા અન્ય સ્કોર્પીયો કારો જોવા મળેલ હોય જે વાયરલ થયેલ વિડીયોમાં સ્ટંટ કરતા ઇસમોને પકડવા માટે ઉપરી અધિકારીએ સુચના આપેલ હોય જે સુચના અન્વયે વીડીયોમાં દેખાતા સ્કોર્પીયો કાર નંબર જીજે-36-એફ-0052 ના માલીકની ખરાઈ કરતા આકીબભાઈ યાસીનભાઈ જલવાણી (ઉ.વ.-25 રહે. રામનાથપરા, હુસેની ચોક, કુંભારવાડા મેઈન રોડ, રાજકોટ) વાળો હોવાનુ જાણવા મળેલ હતું.
જેથી કાર માલિકને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી વાયરલ વિડીયો બતાવતા વીડીયોમા પોતાની કાર હોવાનુ જણાવતો હોય અને બાદ વીડીયોમા જોવામા આવતી બીજી અલગ અલગ કાળા કલરની સ્કોર્પીયો કાર બાબતે પુછતા તેના મિત્રો ફરહાદ મહેબુબભાઈ સુમરા, સાહીલભાઈ અયુબભાઈ ટોપા, સેનીફભાઈ રફીકભાઈ સૈયદની સ્કોર્પીયો કાર હોવાનુ જણાવેલ હતું.
ત્રણેય ઈસમોને આકીબે ફોન કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કોર્પિયો કાર સાથે બોલાવી નામની ખરાઈ કરતા સ્કોર્પીયો કાર નંબર જીજે-03-એનપી-0902 નો માલિક ફરહાદ મહેબુબભાઈ સુમરા (ઉ.વ.-24 રહે. રામનાથપરા, હુસેની ચોક) અને ત્રીજી સ્કોર્પિયો કાર જીજે-03-એનપી-0124 નો માલિક સેનીફભાઈ રફીકભાઈ સૈયદ (ઉ.વ.-19 રહે. થોરાળા પોલીસ સ્ટેશનની સામે, મનહર સોસાયટી શેરી નંબર-6, ભાવનગર રોડ,રાજકોટ) તરીકે ઓળખ થઇ હતી.
બાદમાં ચારેય શખ્સોંની પૂછપરછ કરતા આરોપીઓએ કેફીયત આપી હતી કે, ગત તા-24/04/2025 ના રોજ યાજ્ઞીક રોડ ઉપર લગ્નમાંથી જતી વખતે રાત્રીના અઢી વાગ્યાની આસપાસ આર.એમ.સી. ચોક પર ચારેય ઇસમોએ પોતાના હસ્તકની સ્કોર્પીયો કાર ચલાવી સ્ટંટ કરેલ હોવાનું જણાવ્યું હતું. આમ ચારેય શખ્સોંએ જાહેર રોડ પર મનુષ્ય જિંદગી જોખમાય તેમ સ્ટન્ટ કરવા બદલ બી.એન.એસ.ની કલમ 125, 3(5), 281 તથા એમ.વી એકટ કલમ 184, 177 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.