રાજકોટમાં ચોકીદારના હત્યારાની ભાળ આપનારને પોલીસ આપશે ઇનામ

રાજકોટના પોશ વિસ્તાર સમાન અમીન માર્ગ પર ઉદ્યોગપતિના બંગલાની દેખરેખ કરતા ચોકીદારની હત્યા કરનારને પકડવા પોલીસે લોકોની મદદ માંગી છે જેમાં હત્યારાની ભાળ આપનારનું નામ ગુપ્ત રાખી ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આરોપી વિશે પોલીસને કોઇપણ માહીતી મળી ન હતી જેથી સીસી ટીવી કુટેજ પોલીસે વહેતા કર્યા છે અને જેનો સ્કેચ પણ બનાવામાં આવ્યો છે. સીસી ટીવી કુટેજમાં આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે મોઢા પર રૂમાલ બાંઘ્યો હતો સાથો સાથ સ્કુલ બેગ પણ રાખી હોવાનું દેખાઇ રહ્યું હતું.