Abtak Media Google News

સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજી સંદીપસિંહનો સપાટો

સાત શખ્સોની રૂપિયા ૭ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ: બે પિસ્તોલ અને દારૂ-બિયર મળી આવ્યો

મોરબી જિલ્લાના માળીયા (મિ)વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગના કવાર્ટરમાં પોલીસ કર્મચારી સંચાલિત જુગાર કલબ પર રાજકોટ રેન્જ દ્વારા દરોડો પાડી સાત-શખ્સોની ધરપકડ કરી રૂ.૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કવાર્ટરમાંથી રિવોલ્વર, પિસ્ટલ તેમજ ૫૬ કાર્ટીસ, અને દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી પોલીસ મેન સામે આકડા પગલા લેવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી વિગત મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહિસરાથી નવલખી જવાના રસ્તા પર આવેલા ખીરસરા ગામના પાટીયા પાસે ફોરેસ્ટની કવાર્ટરમાં મોરબી ખાતે પોલીસમાં ફરજ બજાવતા અને પંચાસર ગામે રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા નામના કર્મચારી જુગાર કલબ ચલાવતા હોવાની રાજકોટ રેન્જના વડા સંદિપસિંહ પોલીસને અંધારામાં રાખી દરોડા પાડ્યા છે.

પોલીસે દરોડા દરમિયાન પોલીસ મેન રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાબુભા ઝાલા, મોરબીના ઘનશ્યામ કરશ્ન આદરોજા, મોરબીના જયંતિ ગોડુ કોરીયા, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા અને નરેશ સવજી જાડેજા સંજય રણમણ લોખીલ અને કામા સુરેશ પાસવાન સહિત સાત-શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ. ૬૭૬ લાચ અને સાત મોબાઇલ મળી રૂ.૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કવાર્ટરમાંથી ત્રણ-બોટલ દારૂ અને ૩૪ બિયરના ટીન તેમજ પોલીસ મેન રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલાના કબ્જમાંથી પિસ્ટલ અને રિવસ્વિર અને ૫૬ કાર્ટીઝ સહિત ૬૦૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મેન રાજભા સામે દારૂ-બિયર અને પિસ્તોલના અલગ ગુંના નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.