Abtak Media Google News

યાત્રાધામ દ્વારકા ખાતે ગઈકાલે પૂજારી પરિવાર તથા ભાવિકો દ્વારા જલજીલણા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે.પરંતુ આ વખતે કોરોનાની મહામારીનો કારણે સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી.

તેમ છતાં તમામ પ્રસંગો ભક્તિમય વાતાવરણમાં વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસની એકાદશીના દિવસે ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરમાંથી દ્વારકાધીશની બાળ સ્વરૂપ પ્રતિમાને ઢોલ-નગારા સાથે પાલખી ઉપર બેસાડી દ્વારકા મધ્યમાં આવેલ પવિત્ર કકરાશ કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે પરંતુ કોરોનાવાયરસની મહામારીને કારણે આ ઉજવણીને ટૂંકું સ્વરૂપ આપીને સાદગીપૂર્વક ઉજવવામાં આવી હતી. દ્વારકાધીશના બાલ સ્વરૂપને પાલખી ઉપર બેસાડીને વાજતે ગાજતે દ્વારકાધીશના મુખ્ય મંદિરમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે મુખ્ય દ્વાર ઉપર આવેલા પોલીસ અને એસઆરપીના જવાનો દ્વારા ભગવાન દ્વારકાધીશનું  ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ ભક્તો દ્વારા દ્વારકાધીશને દ્વારકામાં આવેલ પવિત્ર કકરાશ કુંડ ઉપર લઈ જવામાં આવે છે તેવી માન્યતા છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન પડેલા વરસાદથી આ કુંડનું પાણી ખરાબ થઈ ગયું હોય છે તેથી કુંડને પવિત્ર કરવા માટે ભગવાન દ્વારકાધીશ પોતે બાલ સ્વરૂપે અહીં સ્નાન કરવા આવે છે અને આ કુડ ફરીથી પહેલા જેવું પવિત્ર થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.