Abtak Media Google News

રાજયમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધતા જાય છે જેના લીધે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. માર્ગ અકસ્માતમાં ઘણા લોકો યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચી શકે તેના લીધે પણ જીવ ગુમાવતા હોય છે ત્યારે મૃતકોની સંખ્યા ઓછી કરવા માટે સુરત પોલીસે નવતર પ્રયોગ ચાલુ કર્યો છે જેમાં અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનારને ઇનામ આપવામાં આવશે.

સુરત શહેર વિસ્તારમાં કોઈ અકસ્માતનો બનાવ બન્યો હોય અને અકસ્માતમાં ભોગ બનેલ વ્યક્તીને અકસ્માત બન્યાનાં પ્રથમ એક કલાકમાં જો કોઇ વ્યક્તીએ ભોગ બનેલ માણસને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલ ખાતે પહોંચાડી ભોગ બની મદદ કરશે તેની આ કામગીરીને બિરદાવવામાં આવશે.

Surat

જો કોઇ વાહન-ચાલક / રાહદારીનું અકસ્માત થાય અને તેને તાત્કાલીક પ્રાથમિક સારવાર મળે અથવા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પીટલ સુધી પહોંચાડવામાં તો ઘણા કિસ્સામાં આવા વ્યક્તીનો જીવ બચી જાય છે, જે ઘણું ઉમદા કાર્ય છે. આ કામગીરી કરનારને સરકાર ઇનામ આપશે.

આ પ્રક્રિયા માટે ટ્રાફિક પોલીસ હેલ્પ-લાઇન વોટ્સએપ નં.-૭૪૩૪૦-૯૫૫૫૫ પર સંપર્ક કરી જાણ કરવી. જે વ્યક્તીએ આ પ્રકારની સારી કામગીરી કરેલ હશે, તેઓને સરકાર તરફથી “ GOOD SAMARITAN AWARD” અંતર્ગત રૂ. એક લાખ સુધીનું રોકડ ઇનામ, ટ્રોફી તથા સર્ટીફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.