Abtak Media Google News

અંતે કંટાળી અરજદારે અરજી પરત ખેંચી લીધી

રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો વહીવટ અંધેરી નગરી ગંડુ રાજા જેવો ચાલે છે. ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોની કે પોલીસ અમલદારોની વખતો વખત બદલી કરવાથી વહીવટ સુધરે નહીં આ માટે આકરા નિર્ણયો પણ લેવા પડે. શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ કામ કરતી રાજકોટ પોલીસ મોંઘવારી, રસ્તા કે આમ પ્રજાને મુશ્કેલીઓ ના પ્રશ્ર્નનો અંગે ના વિરોધાત્મક કાર્યક્રમ વખતે હવનમાં હાડકા નાખવાનું કામ કરતી હોય છે. અને ધરણા, ઉપવાસ આંદોલન અંગેની અરજીઓ કાં તો કચરા પેટીમાં પઘરાવામાં આવે છે અને કા તો મંજૂરી આપવામાં આવતી નથી ઉપરથી સૂચના હોય કે કેમ પોલીસ કમિશનર જાણે ? તાજેતરમાં મોંઘવારીના પ્રશ્ર્નને રાજકોટ શહેર કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા સમય મર્યાદામાં મુકાયેલી ધરણા કરવા અંગેની મંજૂરી માગવામાં આવેલ હતી જે મંજૂરી પોલીસ અમલદારે મુંબઈ પોલીસ અધિનિયમ સન 1951ની કલમ-33 (1) એન.ઓ. તથા વાય.થી મળેલ સત્તાની રૂએ મંજૂરી આપવાની જ હોય છે.

તેમ છતાં ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડફાધરોના ઇશારે વિવિધ બહાનાં બતાવી અને ધરણાની મંજૂરી ને ના મંજૂર કરી દેવામાં આવતી હોય છે. તેમ છતાં જો કાર્યકર્તાઓ અને આગેવાનો ધરણા પર બેસવાનો પ્રયાસ કરે તો ડીટેઇન કરવામાં આવે છે. જે લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે અને લોકશાહીની હત્યા છે. લોકશાહીમાં વિરોધ પક્ષને અને લોકોને આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનો અબાધિત અધિકાર છે. ત્યારે ભાજપની ચમચાગીરી કરતી પોલીસ એ અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કોના ઇશારે કરી રહી છે.

તેમજ  વોર્ડ નંબર 3 પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, ધીરુભાઈ ભરવાડ, યુનુસ જુણેજા, લાલભાઈ હુંબલ, ચંદ્રેશ રાઠોડ ની સંયુક્ત યાદી જણાવ્યું હતું.

રાજકોટ થી વાંકાનેર સ્ટેટ હાઇવે જે કુવાડવા થી વાંકાનેર નો રસ્તો છે તેમાં મોરબી જિલ્લાની હદ સુધી રસ્તો થયેલ હોય અને રાજકોટ જિલ્લાની હદ નો રસ્તો બાકી રાખી દીધેલ છે. કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી જતો રહેલો હોય આગામી ચોમાસાને ધ્યાનમાં લઈને આ રસ્તાનું કામ પૂર્ણ કરવા ગામના સરપંચો અને લોક સંસદ વિચાર મંચ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, રાજકોટ જિલ્લા કલેકટર, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆતો થયેલ છે.

એ રજૂઆતો નું યોગ્ય નિરાકરણ આવેલ ન હોવાને પગલે લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા વાંકાનેર સ્ટેટ હાઇવે ના ભાંગીને ભુક્કો થયેલા રસ્તા અંગે રાજકોટ જિલ્લા કલેકટર સામે ધરણા અંગેની મંજૂરી રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં સ્પેશિયલ બ્રાન્ચમાં તારીખ 11/5 થી કરવામાં આવેલ હતી પરંતુ એ અરજી નજીકમાં જ પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં પાંચ દિવસે પહોંચી અને બે દિવસ નાયબ પોલીસ કમિશનરના ટેબલે ફાઈલ રહેતા ધરણા ની અરજી બાબતે સ્પેશિયલ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વી આર પટેલ ને મંજૂરી અંગે પૂછપરછ કરતા તેઓશ્રીએ કહ્યું 11 વાગે હું જોઈ લઉં છું તેમ છતાં 12-30 સુધી ફોન ન આવતા ગજુભા કમિશનર કચેરી સ્પેશિયલ બ્રાન્ચમાં રૂબરૂ મુલાકાત લેતા સાત દિવસ સુધી કોઈ નિર્ણય નહીં લેતા અંતે ગજેન્દ્રસિંહ ઝાલા એ ધરણા અંગેની પોલીસ કમિશનરને જિલ્લા કલેક્ટર સામે ધરણાં અરજી રદ કરવા માટેની અરજી સ્વીકારવામાં પણ પોલીસ કમિશનરની રજીસ્ટ્રી બ્રાંચમાં ઠાગાઠૈયા કરવામાં આવેલ હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.