Abtak Media Google News

આગામી દિવસોમાં સ્વાયત દરજજો ધરાવતા ચૂંટણી તંત્ર વિરૂધ્ધ કાનૂની લડતની ચીમકી

દામનગર પાલિકા ની ચૂંટણી પરિણામ કારમી હાર નું ઠીકરું જિયો ટાવર અને ઇ વી એમ ઉપર ફોડતા રાજકીય પક્ષો દસ વર્ષ થી 18 બેઠકો થી સતા માં રહેલ એન સી પી એ હાર નું કારણ વિચિત્ર આપ્યું જિયો મોબાઈલ ટાવર બંધ રાખી ચૂંટણી પરિણામ યોજવા જોઈ એ પંજાબ નો હવાલો આપતા એન સી પી લીડરે જણાવ્યું હતું કે પંજાબ માં કોગ્રેસ ની જીત પાછળ જિયો ટાવર બંધ રાખી ચૂંટણી યોજાય હતી ત્યારે આમ આદમી ના ઉમેદવારો એ  ઇ વી એમ ઉપર ઠીકરું ફોડયું અને જણાવ્યું કે ઇ વી એમ માં છેડછાડ કરાઈ હોવા નો આક્ષેપ કર્યો હતો દસ વર્ષ થી શાશન માં રહેલ એન સી પી અને આપ નું ખાતું પણ ન ખુલ્યું પરિણામ સ્થળે ભારે નારાજગી વ્યક્ત કરતા એન સી પી લીડરે જિયો ટાવર ના કારણે હાર્યા હોવા નું  અને આમ આદમી પાર્ટી એ ઇ વી એમ  ની છેડછાડ ગણાવી હતી અને કોંગ્રેસે  પાલિકા માં પ્રથમ વખત બે બેઠકો જીત્યા અને મામુલી મતો થી હાર્યા કોઈ ની ડિપોઝીટ ન ગુમાવ્યા થી જનાદેશ ને સ્વીકાર્યો અને બે બેઠકો મળતા વિપક્ષ તરીકે કોગ્રેસ હાજરી પુરશે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો

આમ ચૂંટણી પરિણામ સ્થળે જ સમીક્ષા કરતા કારમી હાર થી ભારે  ઉહાપોહ કરતા અનેકો ઉમેદવારો મત ગણતરી સ્થળે  સહી ઓ ન કરી મીડિયા કર્મી ઓને નિવેદનો આપી આગામી દિવસો માં સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર વિરુદ્ધ કાનૂની લડત કરવા ની ચીમકી ઉચ્ચારી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.