Abtak Media Google News

ગોવા વિધાનસભાની તમામ 40 બેઠકો માટે મતદાનમાં 301 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થશે

ઉત્તરાખંડની 70 બેઠકો માટે 632 ઉમેદવારો વચ્ચે ટકકર: યુપીમાં બીજા તબકકામાં મતદાનમાં 55 બેઠકો માટે 586 ઉમેદવારો વચ્ચે ખરાખરીના જંગ

અબતક, રાજકોટ

2024માં યોજનારી લોકસભાની ચૂંટણી પૂર્વ દેશના મતદારોનો મિજાજ નકકી કરતી સત્તાના સેમિ ફાઇનલ સમા પાંચ રાજયની વિધાનસભાની ચૂંટણી જંગમાં આજે ઉત્તરાખંડ અને ગોવાની તમામ વિધાનસભા બેઠકો તથા દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશ વિધાન સભાની પપ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. કહેવામાં આવે છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પ્રસાર થાય છે. યુ.પી.ને કબ્જે કરવા માટે તમામ રાજકીય પક્ષો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. બીજા તબકકાના મતદાનમાં યુ.પી.ની પપ બેઠક પર 586 ઉમેદવારો, ઉત્તરામેઠની 70 બેઠકો પર 632 ઉમેદવારો અને ગોવાની 40 બેઠકો પર 301 ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થશે. જે રીતે દેશભરમાં ભાજપનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે તયારે પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષો માટે પોતાનું રાજકીય અસ્તીત્વ બચાવી રાખવા માટેનો અંતિમ તક છે આજે સવારથી તમામ 165 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીને આડે હવે બે વર્ષનો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ માટે આ જંગ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ, સપા, બસપા સહીતના પક્ષો માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે.

બીજા તબક્કામાં આજે પશ્ચિમ યુપીના 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાંથી 8 બેઠકો સંવેદનશીલ કેટેગરીમાં રાખવામાં આવી છે. 2017ની ભાજપે 55માંથી 38 બેઠકો જીતી હતી.ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાના મતદાન માટે 23,404 મતદાન સ્થળો અને 12,544 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશના સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, અમરોહા, બદાઉન, બરેલી અને શાહજહાંપુર એમ નવ જિલ્લાની 55 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં કુલ 586 ઉમેદવારો મેદાનમાં છે.

સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, અમરોહા, બદાઉન, બરેલી અને શાહજહાંપુરની 55 સીટો પર ખૂબ જ ખરાખરીનો જંગ છે. સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ઘણી સભાઓ કરી છે. બીજી તરફ ખેડૂતોના આંદોલન બાદ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી જાટ-મુસ્લિમ સમીકરણના આધારે પોતાના પાસા સીધા પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. તો યોગી આદિત્યનાથે મુઝફ્ફરનગર રમખાણો અને સમાજવાદી પાર્ટી-રાષ્ટ્રીય લોકદળના ઉમેદવારોના ક્રાઈમ રેકોર્ડને મુદ્દો બનાવ્યો છે. માનવામાં આવે છે કે યુપી ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ ખૂબ મોડે મોડેથી એન્ટ્રી કરી છે જેથી તેઓ કોઈ ખાસ ફેર પાડી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.