Abtak Media Google News

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે સામાન્ય ચૂંટણી: ઓખા અને થરા પાલિકાની સામાન્ય જ્યારે ભાણવડ પાલિકાની મધ્યસત્ર ચૂંટણી: મંગળવારે પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, અમદાવાદ અને જૂનાગઢ મહાપાલિકાની ખાલી પડેલી 3 બેઠકો, જિલ્લા પંચાયતની આઠ બેઠકો, તાલુકા પંચાયતની 47 બેઠકો, નગરપાલિકાની 45 બેઠકો માટે આવતીકાલે રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મંગળવારે સવારે તમામ બેઠકો માટે ઐકી સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે અગાઉ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે ફોર્મ ભરવા સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ છેલ્લી ઘડીએ ચૂંટણી મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ગત 6 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે જ્યારે જૂનાગઢ મહાપાલિકાની એક બેઠક માટે વડનગર, મહેસાણા, ભચાઉ, વલસાડ, ઉમરગામ, ગણદેવી, બિલીમોરા, ભરૂચ, રાધનપુર, ચાણસ્મા, લીંબડી, સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ, લુણાવાડા, સિક્કા, દ્વારકા, ખેડા, ડાકોર, મહેમદાબાદ, બાવળા, બારેજા, ધંધુકા, ઉપલેટા, માણસા, વિસાવદર, માણાવદર, તળાજા, ધાનેરા, તરસાડી અને મોડાસા નગરપાલિકાની ખાલી પડેલી 45 બેઠકો નવસારી, તાપી, રાજકોટ (બે બેઠકો), ખેડા, અરવલ્લી,

અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની આઠ બેઠકો, સાણંદ, દસક્રોઈ, મહેસાણા, સતલાસણા, ખેરાલુ, રાધનપુર, હારીજ, વ્યારા, ડોલવણ, સોનગઢ, નિઝર, વિસાવદર, દ્વારકા, દાંતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ગાંધીનગર, ભિલોડા, બાયડ, ગરબાડા, દાહોદ, દેવગઢબારિયા, ભાવનગર, મોરબી, હળવદ, પ્રાંતિજ, હિંમતનગર, વડોદરા, સાવલી, ભરૂચ, નડિઆદ, માતર, ખેડા, વાંસડા, સુવીર, માંડવી, લુણાવાડા, બાલાસિનોર, અમરેલી અને ગોધરા તાલુકા પંચાયતની ખાલી પડેલી 47 બેઠકો માટે મતદાન યોજાશે. પુન: મતદાન કરવાની જરૂરિયાત ઉભી થશે તો સોમવારે મતદાન યોજાશે. મંગળવારે સવારે 8 કલાકથી મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં તમામ બેઠકોનું પરીણામ આપી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.