Abtak Media Google News
  • યુરોપ-અમેરિકામાં સિરામિક ક્ષેત્રે બહોળું નામ ધરાવતું એકમ એટલે પોલોગ્રેસ ટાઇલ્સ
  • પોલોગ્રેસ ટાઇલ્સનું નવી ઓફિસ ખાતે અખાત્રીજના શુભ મુહુર્તે આગમન
  • Capture 12

પોલોગ્રેસ ટાઈલ્સ રાજકોટનું અખાત્રીજના શુભ મૂહૂર્ત તેઓની નવી ઓફીસ 150 ફીટ રીંગરોડ,નાના મવા મેઈનરોહઉપર આવેલ ડેકોરા 9 સ્કેયર એ. બિલ્ડીગના 3જા માળે અતિ આધુનીક ઓફીસના ઉદઘાટનમાં આમંત્રણને માન આપી નઅબતકથ મીડિયાના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતા સહિતના મોરબી સીરામીક ઉદ્યોગનાં નામાંકિત મેન્યુફેકચર આગેવાન મહાનુભાવો તથા વિદેશના નામાંકિત આયાતકારો અને રાજકોટના ઉદ્યોગપતિ અને સામાજીક મિત્રો અને આગેવાનોની બહોળી હાજરીમાં નવી ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ અને પ્રસંગને દિપાવ્યો હતો.

Dsc 4814 Scaled

પોલોગ્રેસ ટાઈલ્સ રાજકોટના માલિક ચુનીભાઈ પટેલ સમગ્ર ગુજરાતના સીરામીક ઉદ્યોગના પાયાના પથ્થર છે અને સીરામીક ઉદ્યોગના વિકાસમાં ચૂનીભાઈ પટેલનો અમૂલ્ય ફાળો છે. સીરામીક ઉદ્યોગની શરૂઆતથી જ ઈટાલી તેમજ ચાયનાથી મશીનરી તથા રોમટીરીયલ તેમજ ટેકનોલોજીનું માર્ગદર્શન પૂરૂ પાડેલ છે. ઉપરાંત જયારે પણ સીરામીક ઉદ્યોગના પ્રશ્ર્નોમાં જરૂર પડી છે.ત્યારે સરકારમાં તેમજ અન્ય રજૂઆતોમાં સીરામીક ઉદ્યોગની મુશ્કેલીના નીરાકરણમાં અગત્યનોભાગ ભજવેલ છે.ચુનીભાઈ પટેલના વર્ષોના સીરામીક ઉદ્યોગ સાથેના તેમજ વિશ્ર્વના અનેક દેશોનાં ટાઈલ્સ આયાતકારો સાથેના ખૂબજ ધનીષ્ઠ સંબંધોના કારણે પોલોગ્રેસ ટાઈલ્સ વિશ્ર્વના અનેક દેશોમાં મોરબીની ટાઈલ્સનું ખૂબજ મોટાપાયે એકસપોર્ટ કરે છે. અને નજીકના સમયમાં હજુ વધુ નિકાસ કરવાની તૈયારીમાં છે.

Dsc 4885 Scaled

ચુનીભાઈ પટેલની કોઠાસુઝ અને તેમના સુપુત્ર જેનીલભાઈ પટેલ કે જેઓ લંડન તથા અમેરિકાથી ઉચ્ચ અભ્યાસ કરીને પિતાશ્રીના માર્ગદર્શન અને અનુભવોને ધ્યાને લઈ એક યુવા ઉદ્યોગપતિ તેમજ ટાઈલ્સના નિકાસકાર તરીકે નામના મેળવી છે. પોલોગ્રેસ ટાઈલ્સ ઉચ્ચ ગુણવતાના ઉત્પાદન માટે હંમેશા વિદેશી આયાતકારોની પ્રથમ પસંદગી રહે છે. ગ્રાહકોની જરૂરીયાત અને વિશ્ર્વાસનું જતનએ અમોની પ્રાથમિકતા છે. જેનીલભાઈ પટેલે જણાવ્યું હતુ કે અમારી બ્રાન્ડ પોલોગ્રેસ માત્ર બિઝનેશ પોગ્રેસ જ નહી પરંતુ સતત ઉભી થતી નવી જરૂરીયાતો અને બદલતા જતા વિશ્ર્વમાં અમારા ગ્રાહકો હંમેશ આગળ રહે તેની ચીવટ રાખીને સતત નવું આપવાના પ્રયાસથી અમે ગ્રાહકોની જરૂરીયાત સારી રીતે સંતોષી શકીએ છીએ.

Dsc 4892 Scaled

સમગ્ર આમંત્રીત મિત્રો, ઉદ્યોગકારો, આગેવાનોની શુભેચ્છાઓના વરસાદ વચ્ચે તમામનો પ્રસંગને દિપાવવા અને હાજરી બદલ સર્વનો ચુનીભાઈ પટેલ તથા જેનીલભાઈ પટેલે આભાર વ્યકત કરેલ.

Dsc 4898 Scaled

અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ચુનીભાઈ પટેલ તથા જેનીલભાઈ પટેલની પોલોગ્રેસ કંપની ઉત્તરોતર વિકાસના શિખર સર કરે અને અન્ય સીરામીક ઉદ્યોગકારોને પથદર્શક બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

યુરોપ-અમેરિકાના એક-એક સિરામિકના ધંધાર્થી પોલોગ્રેસના નામથી વાકેફ: ચુનિભાઈ પટેલ

Vlcsnap 2022 05 05 13H32M16S687

 

આ તકે ચુનિભાઈ પટેલે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલોગ્રેસ ટાઇલ્સ વિશ્વના અનેક લિડિંગ દેશોમાં નિકાસ કરનારૂ એકમ છે. હાલ અમે માસિક ધોરણે આશરે 400 ક્ધટેનર જેટલું નિકાસ કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, હાલ નિકાસ ક્ષેત્રે ભારતના ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ મોટી તકો રહેલી છે. ફક્ત ઉદ્યોગ સાહસિકો ગુણવત્તા અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે તો યુરોપ,અમેરિકાના દેશોમાં મોટા પાયે વેપાર કરી શકાશે. તેમણે પોલોગ્રેસ ટાઇલ્સ અંગે જણાવ્યું હતું કે, આ કંપની 100% નિકાસ કરે છે. યુરોપિયન અને અમેરિકન ક્વોલિટી મુજબ જ અમે ઉત્પાદન કરીએ છીએ અને પોલોગ્રેસની બ્રાન્ડ તળે જ યુરોપ, અમેરિકા, ઇઝરાયલ, રશિયા સહિતના દેશોમાં નિકાસ કરનારી કંપની એટલે પોલોગ્રેસ ટાઇલ્સ. પોલોગ્રેસ ખૂબ જ જૂની બ્રાન્ડ છે. અથાગ પરિશ્રમ અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ થકી અમે વિશ્વાસ જાળવી રાખ્યો છે. હાલમાં યુરોપ કે અમેરિકાના સિરામિક ક્ષેત્ર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોલોગ્રેસ ટાઇલ્સના નામથી વંચિત હોય તેવું બને નહીં. સિરામિક ઉદ્યોગ માટેની તકો અંગે તેમણે કહ્યું હતું કે, હાલ તો હજી તકો મળવાની શરૂઆત જ થઈ છે ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે આવી પહોંચ્યું છે. ઉદ્યોગ સાહસિકોએ પરિશ્રમ કરીને ચાઈનીઝ માલ ભારત આવતો સદંતર બંધ કરી જ દીધો છે અને વિશ્વના અનેક દેશોમાં પણ ભારતીય સિરામિકના ઉદ્યોગો ચાઈનાને હંફાવી રહ્યા છે. ઇટાલી અને સ્પેન જેવા દેશોએ પણ ભારતીય સિરામિક ઉદ્યોગની નોંધ લેવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર તરફથી જો અમુક અંશે પ્રોત્સાહન મળે જેમ કે, સબસિડી, ગેસના ભાવ, લોજીસ્ટિકમાં ફાયદો, ડ્યુટી ડ્રોપબેક સહિતની બાબતોમાં સહકાર અપાય તો ચોક્કસ ભારતીય સિરામિક ઉદ્યોગ વિશ્વ ફલક પર છવાઈ જશે.

પોલોગ્રેસ ફક્ત પાંચ વર્ષમાં 25 દેશો સુધી પહોંચ્યું: જેનિલ પટેલ

Capture2

જેનિલભાઈ પટેલે કહ્યું હતું કે, હું જ્યારે વર્ષ 2011માં અભ્યાસ પૂર્ણ કરીને ભારત આવ્યો ત્યારે મેં અનુભવ્યું  કે,  સિરામિક ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મોટી તકો રહેલી છે પરંતુ જરૂરી એક્સપોઝર અને વિદેશના ગ્રાહકો સાથે જે સમજણ હોવી જોઈએ તેનો અભાવ હતો અને વિદેશના ગ્રાહકોની ગુણવત્તા તેમજ સર્વિસ બાબતે જે અપેક્ષા હોય તે પણ ક્યાંક પુરી થતી ન હતી. પ્રોડક્ટ આપણે સારી જ બનાવતા હતા પરંતુ માર્કેટિંગ કરતા આવડતું ન હતું, રેન્જ બનાવવામાં ફાવટ ન હતી. આ બધી બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ પોલોગ્રેસ ટાઇલ્સનો જન્મ થયો.

શરૂઆત કર્યાના ફક્ત પાંચ વર્ષમાં જ અમે પરિશ્રમ અને શુભેચ્છાઓને લીધે સફળતાના શિખર સર કર્યા છે. પોલોગ્રેસ હાલ આશરે 25 દેશના 400 જેટલી કંપનીઓમાં નિકાસ કરી રહ્યું છે અને ખૂબ ઝડપથી અમે વધુ દેશોમાં પહોંચી રહ્યા છીએ. તેમણે યુવાનોને અપીલ કરતા કહ્યું હતું કે, ભારતમાંથી અગાઉ બ્રેઇન ડ્રેન થઈ રહ્યું હતું. અભ્યાસ કર્યા બાદ યુવાનો વિદેશ જતા રહેતા હતા કારણ કે, અહીં તેમને અપેક્ષા મુજબ તક મળતી ન હતી પણ છેલ્લા અમુક વર્ષોમાં ભારતનો જે ગ્રોથ થયો છે તે ગ્લોબલ ગ્રોથ થયો છે. એ પરિસ્થિતિમાં હવે વૈશ્વિક સ્તરની તકો ભારતમાં આવી રહી છે ત્યારે હું સંદેશ આપવા માંગુ છું કે, વિદેશમાં જઈને મહેનત કરીએ તેના કરતાં આપણા દેશમાં રહીને આપણા દેશ માટે મહેનત કરીશું તો ચોક્કસ આપણે યુરોપ-અમેરિકાથી પાછળ નહિ રહીએ.

ભારતીયોની વ્યાપારી બુદ્ધિ અને કોમળ સ્વભાવ વિશ્વમાં છવાઈ જવા માટે પૂરતો: માઈકલ બરાટ

Capture 1 1

આ તકે ઇઝરાયલની ઇકોહિટ રીન્યુબલ એનર્જી નામની કંપનીના ટેક્નિકલ મેનેજર માઈકલ બરાટ પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત આવવું મને ખુબ જ ગમ્યું છે. મને અહીંના લોકોનો સ્વભાવ પણ ખૂબ જ પસંદ આવ્યો છે. ભારત પાસે ખૂબ જ તકો પડેલી છે અને ભારતીયો તેમની વ્યાપારી બુદ્ધિ તેમજ કોમળ સ્વભાવ થકી આ તકોનો લાભ પણ લઈ રહ્યા છે.

વૈશ્વિક ફલક પર ભારતના સીરામીક ઉદ્યોગો પાસે વણખેડાયેલા અવસર છે જેનો સીધો જ લાભ ઉદ્યોગ સાહસિકો મેળવી શકે છે અને હાલ ઉદ્યોગ સાહસિકો તે દિશામાં આગળ વધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.