Abtak Media Google News

અબતક,રાજકોટ

શહેરના સાધુવાસવાણી રોડ પર ગૂરૂજીનગર કવાર્ટરની સાથે આવેલી શાક માર્કેટ પાસેથી વિધિ કરવાના બહાને સોનાના ધરેણા નજર ચૂકવી સેરવી લેતા તરઘડીના બહુરૂપીયાને રૂ.1.45 લાખની કિંમતના સોનાના દાગીના સાથે યુનિ. પોલીસે ઝડપી લીધો છે. જયારે તેની પોલીસે પૂછપરછ કરતા તે અગાઉ બેવખત છેતરપીંડીના ગુનામાં પકડાય ચૂકયો હોવાનું બહાર આવ્યું છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરૂજીનગર કવાર્ટરની સામે શાક માર્કેટ પાસે કોઈ બહુરૂપીયો શખ્સ ગુનો કરવાના ઈરાદે આંટા મારી રહ્યો હોવાની બાતમી યુનિ. પોલીસના કોન્સ્ટેબલ રાવતભાઈ ડાંગર, જેન્તીગીરી ગૌસ્વામી અને સહદેવસિંહ જાડેજાને મળતા શાક માર્કેટ નજીકથી પોલીસે બહુરૂપીયા શખ્સને ઝડપી પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા.

પોલીસે બહુરૂપીયાના વેશમાં ઝડપી લીધેલા શખ્સની પૂછપરછ કરતા તે પડધરી તાલુકાના તરઘડી ગામનો અરવિંદનાથ જીવનનાથ પરમાર હોવાની કબુલાત આપી હતી પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ, અરવિંદનાથ મુખ્યત્વે મહિલાનો સ્વાંગ રચી, કોઈ પણ ઘરમાં ઘૂસી જતો હતો પ્રથમ નજરે જોતા તે વ્યંઢળ જેવો લાગતા મહિલા સભ્યો તેના આદર આપતા તે સાથે જ તે વાતચીતમાં ફસાવી મહિલાને કહેતો તમારા ચહેરા પરથી તમે ખૂબજ દુ:ખ હોય તેવું લાગે છે. તેમ કહી પાણીનો ગ્લાસ મંગાવી કહેતો હતો કે જો કોઈ દુ:ખ હશે તો હમણા જ ખબર પડી જશે.પાણીનો ગ્લાસ તેને આપતા જ તે તેના ખીસ્સામાથી કાઢેલો કોરો કાગળ નાખી દેતો આ કોરા કાગળમાં અગાઉથી જ લીંબુના રસથી આકૃતી દોરી દેતોઅને કાગળ પાણીમાં પડતા જ આકૃતી ઉપસી આવતી તે સાથે જ દુ:ખ છે તેમ કહી વિધી કરવાના બહાને ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના મંગાવી તેને એક રૂમાલમાં રાખી ગાંઠ બાંધી સોનાના દાગીના તફડાવી જતો હતો.

પોલીસ પાસે અરવિંદનાથ કબુલાત આપ્યામુજબ તે આજથી ત્રણ વર્ષ પહેલા બહુરૂપીના વેશ ધારણ કરી સાધુવાસવાણી રોડ પર, ક્રિશ્ર્નાપાર્ક ઓમ મકાનમાં રહેતો બહેન સાથે બે તોલાના સોનાના દાગીના અઢી વર્ષ પહેલા ગુરૂજીનગર કવાર્ટરમાં બહેન સાથે દિકરી-દિકરાની વિધી કરવાના બહાને સોનાનો ચેઈન, એક વર્ષ પહેલા મયૂર મજીયાની સામે આવેલી શેરીમાં વિધીના બહાને રૂ.રોકડા 15 હજાર, એકાદ મહિના પહેલા, માધાપર ચોકડી પાસે મારવાડી ભાઈની વિધી કરવાના બહાને ત્રણ હજાર મળી કુલ રૂ. 1.45 લાખની મતાની છેતરપીંડી કર્યાની કબુલાત આપી છે. તે અગાઉ અમદાવાદ,રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અને અંજારમાં છેતરપીંડીના ગુનામં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.આ કામગીરી કરનાર ગ્રાધીગ્રામ-2 યુનિ.લીસ મથના પીઆઈ એ.એસ.ચાવડા, પી.એસ.આઈ. એ.બી.જાડેજા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.