પૂ.ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. તારાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા

રાજકોટના ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ ખાતે બિરાજીત ગોંડલ સંપ્રદાયના પરમશ્રદ્ધેય પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી અધ્યાત્મયોગિની પૂ. રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર.પૂ. તારાબાઈ મહાસતીજી ૮૪ વર્ષની ઉંમરે ૬૧ વર્ષના દીક્ષા પર્યાય સહિત ગઈ કાલે રાત્રે ૧૦:૧૫ કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે.

કલકત્તામાં પ્રાણલાલજી જુઠાલાલ દેસાઈ અને ચંદનબેનના ગૃહાંગણે તા. ૨૮મી નવેમ્બરના રોજ ને 1936માં જન્મેલા તારાબહેને વિ.સં. ૨૦૧૬ના અખાત્રીજના કઝીન બહેન પૂ. હર્ષિદાબાઈ મ.સ. સાથે તા. ૨૮-૦૪-૧૯૬૦ ના પડધરીમાં દીક્ષા અંગીકાર કરી હતી. ત્યારબાદ વિ.સં. ૨૦૨૪ માં નાનાબેન પૂ. ગુણીબાઈ મ.સ. અને પૂ. રમાબાઈ મ.સ. એ દીક્ષા અંગીકાર કરી હતી.

પૂ. તારાબાઈ મ.સ.ની વૈયાવચ્ચમાં પૂ. ગુણીબાઈ મ.સ. , પૂ. લીનાજી મ.સ. હતા.
ડૉ. સંજય શાહ, ડૉ. પારસ શાહ વગેરે તેમજ જયશ્રીબેન શાહ, રેખાબેન શાહ વગેરે સેવારત હતા. પૂ. મહાસતીજીના સંસારી ભાઈ સ્વ. શશીભાઈ, સ્વ. નટુભાઈ, ભાસ્કરભાઈ અને બહેનો સ્વ. ભાનુબેન, પૂ. ગુણીબાઈ મ.સ. , લલિતાબેન, ક્રિષ્નાબેન, રેખાબેન છે. સરકારી પાલખીયાત્રા આજરોજ સવારે ૭ કલાકે નીકળી હતી.