Abtak Media Google News

રાજકોટ શ્રી વૈશાલીનગર સંઘ ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં આજના મંગલ દિવસે ધર્મોલ્લાસ પૂર્વક ઉજવાશે દીક્ષા જયંતિ

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રના ખોબા જેવડા જશાપર ગામમાં રત્નકુક્ષિણી માતુશ્રી શાંતાબેન તથા ધમે પરાયણ પિતા પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર પરીવારના ખોરડે એક બાળકનું અવતરણ થયું.મણિયાર પરિવારના ચાર સંતાનો મનહરભાઈ, નવીનભાઈ, જશવંત ભાઈ અને સૌથી નાના સૌના વ્હાલા ધીરજભાઈ.પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સવેત્ર આનંદ – હષે છવાઈ ગયો. સમગ્ર માહોલ ધમેમય બની ગયો.મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્યશાળી પરીવાર.ધોમ – ધોમ સાહેબી વચ્ચે તેઓનો ઉછેર થતો હતો,પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર 24 વષેની ભર યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્યાગ માગે અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો.

Screenshot 5 26

મણિયાર પરીવારના મોભી 500 વીઘા જમીનના માલિક અને સતત 50 વષે સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્ઠાપૂવેક સેવા પ્રદાન કરનાર એવા પિતા પોપટભાઈએ જોમ – જુસ્સાસભર અને ખુમારી સાથે જણાવ્યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા તૈયાર છું. ઉપલેટાની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર તા.15/2/1982 સોમવારના શુભ દિવસે 80 વષેના પોપટભાઈ અને 24 વષેના ધીરજકુમાર એટલે ” પિતા – પુત્ર ” બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂણે અને જાજરમાન દીક્ષા મહોત્સવ ઉપલેટામાં ઊજવાયેલ.દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સા. ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનુ વડુ મથક ગોંડલ મુકામે ઉજવાયેલ. દીક્ષા સમયે વડીલ શ્રાવકોના શબ્દો હતાં કે આ આત્માઓ ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનને ગૌરવાન્તિત કરશે..એ વાક્યો આજે સાચા પડી રહ્યાં છે.

પૂ.ધીર ગુરુદેવમાં વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સૌ માટે પ્રેરણા સ્તોત્ર છે,જે કાયે હાથમાં લે છે તે અવશ્ય પૂણે કરે છે. પૂ.સાધુ – સાધ્વીજીઓને સંયમ જીવનમાં સહાયક બનાય અને તેઓને શાતા ઉપજે તે લક્ષે નાના – મોટા અનેક ક્ષેત્રોમાં પાટ – પાટલા ઉપલબ્ધ કરાવ્યા. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.જબરદસ્ત અને નોંધનીય કાયેની પ્રેરણા કરી રહ્યાં છે,હાઈ – વે ઉપર ધમે સ્થાનક, ઉપાશ્રય, આયંબિલ ભવનો હોય તો ચતુર્વિધ સંઘને શાતા રહે તેવા શુભ આશ્યથી અત્યાર સુધીમાં લગભગ દોઢસો ઉપરાંત ધમે સંકુલોના નિમોણ અને નૂતનીકરણમાં તેઓએ દાતાઓને પ્રેરણા કરી છે. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે.અનેક આત્માઓને દીક્ષાના દાન શાસનને જીવંત રાખવામાં પૂ.ગુરુદેવ અજોડ કાયે કરે છે.કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્મા સંયમ ધમેને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂવે શાસન પ્રભાવના કરે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.