પોરબંદરમાં પૂ. ધીરગુરૂદેવનું આદિનાથ ઉપાશ્રયે પાવન પગલા

કાલે જીવન જીવી જાણો વિષય પર પ્રવચન

સ્થાનકવાસી જૈન સંઘ-પોરબંદર સંચાલિત કિશોરભાઈ ભીમજીભાઈ સંઘવી આદિનાથ જૈન ઉપાશ્રય, મોટાગરવાડા ખાતે પૂ. ધીરગુરૂદેવ તા.21ના પધાર્યા છે. તા.22ને બુધવારે સવારે 9.30 કલાકે સમૂહ ભકતાભર અને 10 થી 11 કલાકે જીવન જીવી જાણો વિષય પર જાહેર પ્રવચન યોજાયેલ છે. આપ્રસંગે કે.ડી.કરમુર મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે.
ગુરૂવારે પૂ. શ્રીનો જશાપર ગામે નગર પ્રવેશ યોજાયેલ છે.