Abtak Media Google News

અબતક, રાજકોટ

વિદ્યાર્થીઓ, યુવાનો, આબાલ વૃઘ્ધ સહુમાં ગાંધીજી શું હતા અને તેમનું રાષ્ટ્રીય આઝાદી પૂર્વે અને પછી પણ તથા વૈશ્ર્વિક કક્ષાએ શું યોગદાન રહ્યું. તેથી બહુધા લોકો અજાણ છે અને તેમના વિશેના અપપ્રચારની ‘હોટસેપ યુનિ.’ દ્વારા હીણપતભરી જુઠ્ઠાણાથી ભરપુર વાતોનો ધોધ વછૂટયો છે.

ગાંધી-૧૫૦ ના સમયમાં સરકાર તેમજ સમગ્ર દેશ અને ગાંધીજનોએ તેમની બહુ મોટી ઉજવણી કરી અને તેનો ભિરો શમી પણ ગયો. પણ આજના સમયમાં સાચી, પ્રમાણિત અને સત્વશીલ માહિતીની ખૂબ જ જરુર હોઇ, તેમજ સચિત્ર જીવનદર્શન અને ભજનો, ગાંધીજીનો મૂળ અવાજ તેમજ મહત્વના પુસ્તકો અંગે સર્વે લોકોને જાણકારી મળી રહે તે માટે નવી દિલ્હી ખાતેના નેશનલ ગાંધી મ્યુઝીયમે (રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય) અદભુત પેનડ્રાઇવ તૈયાર કરી છે.

નજીવી કિમતની આ પેન ડ્રાઇવ અંગે રાજકોટની ગાંધી વિચાર પ્રણિત તેમજ અન્ય સંસ્થાઓનો સુંદર સહકારમાં એક આયોજન તાજેતરમાં થયું, જેમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાષ્ટ્રીય શાળા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, ખાનગી શાળા સંચાલક મંડળ, વિશ્ર્વ ગ્રામ સંસ્થા, ગ્રામ સ્વરાજ મંડળ (પારડી) વાયએમજીએ, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, વિકાસ વર્તુળ (ભાવનગર) વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે.

રાજકોટ અને તેની આસપાસની 1પ0 જેટલી શાળાઓ, કોલેજો, સંસ્થાઓ સુધી 30મી જાન્યુઆરી ગાંધી નિર્માણ દિને ઓનલાઇન કાર્યક્રમ પણ યોજી શકાય તે માટે દિલ્હીથી આવેલી આ પેનડ્રાઇવનું વિતરણ અન ઉપયોગ કરવામાં ઉપરોકત સહુ સંસ્થાઓ અને વ્યકિતઓનો ખૂબ જ સહકાર ફાળો રહ્યો છે.

ગાંધીજીના પાંચેય આશ્રમો ફીનીકસ, ટોલ્સ્ટોચ, કોચરબ સાબરમતિ તેમજ સેવાગ્રામ (વર્ધા) વિશેની વિશેષ કથાઓ પણ મુકેલ છે.

તદઉપરાંત ગાંધીજીનો પોતાનો સુંદર અવાજો જેમાં ચરખો (ખાદી), હિન્દુ-મુસ્લીમ એકતા અઘ્યાત્મ વગેરેના સંબોધનો પણ સહુ સાંભળી શકે તે માટે સંગ્રહિત કર્યા છે. આટલું ઓછું હોય તેમ ગાંધીજી તેમના કાર્યો, રચનાત્મક અને સત્યાગ્રહનો ઇતિહાસ નવી પેઢી જાણી શકે તે માટે પેનડ્રાઇવમાં સૌથી મહત્વના વીસ  પુસ્તકો (1) સત્યના પ્રયોગો (ર) હિંદ સ્વરાજ (3) આરોગ્યની ચાવી (4) અછૂત સમસ્યા, (પ) અસ્પૃશ્યતા (6) બા અને બાપુ (7) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ (8) ગાંધી: એક જીવની (9) ગાંધ કી કહાની – લુઇ ફીશર (10) મહાત્મા ગાંધીના વિચારો (11) ગીતાનો મહિમા (1ર) હમારી બા (13) મહિલાઓ અને સ્વરાજ (14) મંગલ પ્રભાત (1પ) મેરા ધર્મ (16) મેરે સ્વપ્ન કા ભારત (17) મારો ઇશ્ર્વર (18) નઇ તાલીમ કી ઓર (19) નીતિ ધર્મ (ર0) રામના (ર1) સર્વોદય (રર) સત્ય હી ઇશ્ર્વર હૈ (ર3) ગાંધીજી અને સ્ત્રી શકિત (ર4) જીવન કાલત્રમ એમ ર4 મહત્વના ગ્રંથો પણ આ (ઇલેકટ્રોનીક) ઇ-સંગ્રહમાં આપવામાં આવેલ છે.

તદઉપરાંત વીસમી સદીના સંત મહાત્મા ગાંધી  નામની લુધ ચિત્રકથા આપેલ છે જેમાં તિલક મહારાજની અંત્યષ્ઠિ નમક સત્યાગ્રહ, બાળકો સાથે, ભારત છોડો આંદોલન, ગાંધી, સુભાષ અને નહેરુથી માંડીને આપણી સુધીના દ્રશ્યો આવરી લેવાયા છે.

લધુ ચિત્રકથા ઉપરાંત ગાંધીજીના જીવનના મહત્વના 100 જેટલા પ્રસંગોને આવરી લેતા 100 પોસ્ટરોનું રંગીન પ્રદર્શન (જેની કિંમત આશરે 1પ00 થાય છે) તે પણ આ ઇ-રિસોર્સમાં મુકેલું છે. જેથી કોમ્પ્યુટરની મદદથી વીડીયો કોન્ફરન્સ દ્વારા પણ પ્રદર્શની બતાવી શકાય.

આગામી દિવસોમાં ગાંધી વિચાર અને જીવન શૈલીને ફરી લોક હ્રદયમાં સ્થાન મળે તે માટે તાજેતરમાં જ પ0 જેટલા ગાંધી-સર્વોદય તેમજ ખાદી અને સમાજ જીવનના અગ્રણીઓની બેઠક સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના દરબાર ગોપાલદાસ હોલમાં મળી ગઇ હતી અને તેમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની તમામ શાળાઓ સુધી ગાંધીજીની જીવનની તમામ બાબતોને આવરી લેતી પ000 થી વધુ પેનડ્રાઇવ પહોચાડવાનો તેમજ રાજકોટના ગાંધીજીના મહત્વના સ્મારક સ્થાનો પર નવજીવન, ગાંધી સંગ્રહાલય તેમજ ગાંધીજી વિષયક, સર્વોદય વિનોબાજીને લગતા મહત્વના પુસ્તકો મળતા થાય તે માટે ચારથી પાંચ વેચાણ કેન્દ્રો શરુ કરવાનો તેમજ શાળા-કોલેજોમાં ગાંધીજી-વિચાર વિષયક વાર્તાલાપો તેમજ વકતૃત્વ ચિત્ર સ્પર્ધાઓ યોજવાનો તેમજ ગાંધીજીના સંશોધન માટે જેમને રસ હોય તેવા યુવા સંશોધકોને ગાંધી વિચારના અલગ અલગ સંગ્રહિત પુસ્તકાલયોમાં સંશોધન માટેની સુવિધા તેમજ મહાત્મા ગાંધી વિચાર અને કાર્યક્રમ સંવર્ધન સંશોધન કેન્દ્રો શરુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આમ, 30મી જાન્યુઆરીથી રાજકોટમાં જે સ્થળેથી મોહનદાસ ગાંધીનું એક સામાન્ય વિઘાર્થીમાંથી મહાત્મા બનવા તરફ પ્રયાણ શરુ થયું તે કબા ગાંધીના ડેલામાંથી (ગાંધી સ્મૃતિ) એક નવી પહેલના મંડાણ થશે સૌરાષ્ટ્રની જનતાને આ પ્રવૃતિ ઉપયોગી બનશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.